________________
. હસ્તપ્રતોને આધારે પ્રાચીન કૃતિઓનું સંપાદન કરવા ઈચ્છતા ગુજરાતી અભ્યાસીઓને તેમના કાર્યમાં જો આ પુસ્તંક યત્કિંચિત સહાયરૂપ બનશે તો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો આ શ્રમ સાર્થક થયો લેખાશે.
- અંતમાં, આ ગ્રંથનું પ્રકાશન હાથ ધરવા બદલ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનો હું ઋણી છું. મૂલ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કરવાની અનુમતિ આપવા માટે ડેક્કન કૉલેજ, પુનાના નિયામકશ્રીનો હું આભારી છું. અનુવાદ કાળજીપૂર્વક વાંચી જઈ કેટલેક સ્થળે ઉપયોગી સૂચનો કરવા બદલ આ ગ્રંથના વિદ્વાન પરામર્શક ડૉ. રમેશભાઈ બેટાઈનો પણ અહીં આભાર માનવો ઘટે.
વલ્લભવિદ્યાનગર
- કે.એચ. ત્રિવેદી,