________________
પણ બની શકે છે. સામાન્ય રીતે તે આ અંક મૈત્રી અને સહાયના દ્યોતક છે આ લોકો ઓછી મહેનતે સફળતા પ્રાપ્ત કરે છે તથા પ્રગતિ સાધે છે.
: ૪૪. આ અંક ખાસ વિશિષ્ટતા ધરાવે છે. આ અંક શૌર્યને ઘાતક છે તથા વ્યવહારિક કાર્યોમાં સફળતા અને રાજકીય ને લશ્કરી બાબતોમાં કીતિ અપાવનાર છે. પણ સાથે સાથે આ લોકોને ધન અને કીર્તિ માટે પ્રબળ લાલસા હોય છે. તેથી તેમને નુકસાન થવા સંભવ છે. તેમને માટે સાચી સલાહ એ છે કે તેમણે આત્મસંયમ કેળવ અને “તિ સર્વત્ર વધે ” સૂત્ર ધ્યાનમાં રાખીને હંમેશાં વર્તવું. .
૫૩. આ અંકવાળા કે સારા ડિટેકટીવ અને જાસૂસ બની શકે છે. કારણ કે તેઓની નિરીક્ષણ-અવલોકન શક્તિ સારી હોય છે. નીચલી કક્ષાએ આ અંક જાસૂસી, એકદમ ધનવાન થવા માટેના દૂત ધંધાઓ, ભયંકર ગોટાળાઓ અને દુષ્ટ થે માટે સત્તા પ્રાપ્તિ સૂચવે છે. તેઓ સારા સૈનિક, ગંભીર સ્વભાવના અને સત્તાપ્રિય થાય છે. તેમની રીતરસમો આગવી હોવા છતાંય તેઓ હરહંમેશ પ્રગતિ કરતા રહે છે.