________________
૭૫
સમતુલા અને સૌંદર્ય પ્રદર્શનનો ઘોતક છે. જે આ અંક ૪ અને ૮મા મૂળ અને મિશ્ર અંકો સાથે સંબંધિત ન હોય તો તે ભાવિ બના માટે ઉત્તમ અંક અણુાય છે.
૨૬. સારા કે નરસા પ્રસંગો કે બાબતે માટે આ અંક પ્રબળ કે શક્તિશાળી ગણાય છે અને તેથી દુન્યવી સુખસમૃદ્ધિ અપાવે છે. આ અંક વ્યવહારદક્ષતા, મુસહીગીરી અને જાસૂસી કે સી. આઈ. ડી. ખાતા જેવી છૂપી સેવાઓ માટે શુભ ગણાય છે. આ અંક તેની અસરવાળાને શક્તિશાળી ને જુસ્સાવાળો વક્તા બનાવે છે. આવા લોકો સંયમ, અનુભવ અને ડહાપણથી શક્તિ મેળવતા હોય છે. ઉચ્ચ સ્તરે આ અંક “જેહાવાનો અંક કહેવાય છે. નીચલી કક્ષાએ આ અંક નીચેની આફતોની ચેતવણી સૂચવે છે. આ અંક બીજાઓ સાથેના સંબંધે કે ભાગીદારીથી, બીજાઓની પેટી સલાહથી કે શેરસટ્ટાથી નુકસાન કે વિનાશ સૂચવે છે. આ ઉપરાંત આ અંક લૂંટ, ધાડ, કાયદાનો ભંગ, વિશ્વાસઘાત તથા દગા ફટકાને દ્યોતક છે. તેથી તેમણે કપટી મિત્રો તથા ભાગીદારો તથા શેરસટ્ટાથી નુકસાન થવા સંભવ છે. ઉપરોક્ત અનુભવથી આ લેકે ઘડાય છે અને તેથી તેમનામાં આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે. તેઓ આવા અનુભવોની શક્તિના બળે નેતા પણ બની શકે છે. છતાંય ભાવિ બનાવોના સંબંધમાં આ અંક ઘણે જ સાચવવા-જાળવવા જે છે.
૩૫. આ અંકવાળાઓને ઘણી વાર સારો એવે વારો મળે છે. તેઓ શાંતિથી જીવે છે અને લાંબી ટૂંકી મુસાફરીના શોખીન હોય છે. તેઓ કોઈ વખત ઘાતકી અને જુલ્મી