________________
લોકોની જેમ તેઓ શોધક હોય છે, પણ તેમના વિચારોને અમલમાં મૂકવામાં તેઓ અંક ૧ વાળા જેટલા શક્તિશાળી હાતા નથી. શારીરિક શક્તિની દૃષ્ટિએ પણે તેઓ અંક ૧ વાળા કરતાં ઉતરતા હોય છે. તેમની શક્તિ તથા ગુણધમી શારીરિક કરતાં માનસિક પ્રકારનાં વધારે હોય છે. તેઓ કલપનાશીલ કળા કૌશલ્યની સૂઝવાળા અને રોમાન્સક (રોમાન્ટિક) હોય છે. ડોકટર કાસના મતાનુસાર અંક ૨ મિતાચાર, મધ્યમ માર્ગ અને પરિમિતતાને પ્રથમ કક્ષાનું પ્રતીક છે. તે જીવનના જેમને મંદ કરનાર તથા ઉત્પાત મચાવનાર વસ્તુઓ કે બાબત ઉપર નિયંત્રણ મૂકનાર છે. તે આવેશોને અંકુશમાં રાખવાનું અને ઊર્મિએને પરિમિત બનાવવાનું કામ કરે છે.
આ લેક અસ્થિર મનના તથા નરમ અને નમઃ મૂકવાના સ્વભાવવાળા હોય છે. તેઓ સચ્ચારિત્રવાળા હોય
છે. તેમનામાં સંજોગો અને વ્યક્તિઓને સાનુકૂળ થવાની • શક્તિ હોય છે. સંજોગો અને પરિસ્થિતિની તેમના સ્વભાવ ઉપર સારી એવી અસર થાય છે. તેમનું હૃદય પ્રેમથી દ્રવિત થઈ જાય છે. છતાં ય તેમને પ્રેમનું પ્રદર્શન ગમતું નથી. તેમનામાં લોકોમાં મેળ કરવાની, સમાધાન કરવાની, સમન્વય કરાવવાની અને સંગઠિત કરવાની શક્તિ હોય છે. ખાનગી, વ્યાપારી કે ઔદ્યોગિક સાહસ, પેજનાઓ અને પ્રગતિના મૂળમાં તેમની શક્તિ રહેલી હોય છે. જે આ “૨ ને અંક જન્મ તારીખમાં પુનરાવૃત્તિ પામતે હોય તો જરૂરથી તેઓ તેમને સ્વભાવ વારંવાર બદલતા રહે છે અને એક સ્થળે કે એક ધંધામાં લાંબો સમય ટકીને કરી શકતા નથી.