________________
છે. પણ જે તે વ્યક્તિ કાળજીપૂર્વક વિચાર કરીને ભવિષ્ય માટે બચત ન કરે તે તે તેનું સર્વસ્વ ગુમાવે છે. આ અંક કાયદાકાનૂન કે કોર્ટકચેરીથી ધન ગુમાવવું, બીજાઓમાં વધારે પડતે વિશ્વાસ મુકવાથી નુકસાન થવું તથા કામધંધામાં વિરોધ અને હરીફાઈને લીધે જીવનમાં વારેવાર ભારે નુકશાન થવાની શકયતા સૂચવે છે. અને તેથી જ તેમને જીવનને નવેસરથી વારંવાર શરૂ કરવું પડે છે. તેમની કઠોર વાણને લીધે પણ તેમને જીવનમાં ઘણી ચડતી પડતી જોવી પડે છે. આ લોકોએ જીવનભર દરેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવા તૈયાર રહેવું પડે છે.
૩૭. આ અંક ભય અને ચિંતામાંથી મુક્તિ સૂચવે છે. આ અંક વિજાતીય વ્યક્તિ સાથેના સંબંધમાં, પ્રેમમાં અને મિત્રતા માટે, બધા જ પ્રકારની ભાગીદારી માટે અને ભવિષ્યના કાર્યો અને બનાવ માટે ઘણે જ ભાગ્યશાળી છે. આ અંક ૩ના અંક સાથે સુમેળમાં હોય છે.
૪૬:- આ આંકવાળા લેકે વિદ્વાન, બુદ્ધિશાળી, ઉચ્ચ આદર્શ ધરાવનારા તથા વૈજ્ઞાનિક, મનોવૈજ્ઞાનિક અને સંશાધન વૃત્તિ ધરાવનારા હોય છે. ઉચ્ચ આદર્શવાળાં હોવાથી તેઓ ઘણા જ અવ્યવહારું હોય છે. તેમને ઉચ્ચ આદશેવાળી પણ અવ્યવહારુ જનાઓ ઘણું જ ગમે છે. અને આવી યોજનાઓ પાછળ તેઓ પોતાનું સર્વર ગુમાવી દે છે. અને જીવનમાં કોઈ કોઈ વખત નવેસરી શરૂઆત કરવાની રહે છે. આ અંકવાળા લોકોએ તેમની મહત્વાકાંક્ષાઓને અકુશમાં-નિયમનમાં રાખવાની જરૂર