________________
પ્રકરણ ૩જું અંક ૧ અને તેના મિશ્ર અંકે કે અષ્ટક
-
અંકોની શરૂઆત જ આ અંકથી થાય છે. તેથી આ અંકને આરંભને પ્રતીક કહ્યો છે. તેની મદદથી જ બાકીના અંકનું સર્જન થાય છે. બધા જ અંકને આધાર કે પાએ આ અંક છે. સારાયે જીવનને, સારાયે વિશ્વને આધાર પણ એક ઈશ્વર જ છે. અને તેથી આ અંક પરમેશ્વરના પ્રાદુર્ભાવનો પ્રતીક મનાય છે. નવે ગ્રહો તેમના ઉપગ્રહ સાથે સૂર્યમાંથી ઉત્પન્ન થયેલા છે તથા સૂર્યની આસપાસ ધૂપે છે એમ વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે. આ રીતે સૂર્ય એ સૂર્યમંડળનો વડો કે ઉપરી છે. તે સારાયે સુર્ય મંડળને પ્રકાશ અને ગરમી આપે છે. તેના વિના આપણી પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું ન હોત. અને તેથી જ આ અંકનો પ્રતીક ગ્રહ સૂર્ય ગણાય છે. તે જ્ઞાન, પ્રેમ અને પ્રકાશને પણ પ્રતીક છે. સૂર્યની સંજ્ઞા વર્તુળ અને તેને કેન્દ્ર સ્થાને બિન્દુ રાખવામાં આવ્યું છે. સૂર્યની સંજ્ઞા ૦ છે.
- કોઈ પણ માસની ૧લી, ૧૦મી, ૧૯મી કે ૨૮મી તારીખે જન્મેલ વ્યક્તિ આ અંકની અસર નીચે આવે છે. જે તે વ્યક્તિને જન્મ ૨૧મી જુલાઈથી ૨૮મી ઓગસ્ટ અને ૨૧મી માર્ચથી ૨૮મી એપ્રિલ સુધીના સમયમાં ઉપરોક્ત તારી એ થયો હોય તે તેમની ઉપર આ અંકની ખાસ કે વિશેષ અસર થાય છે.