________________
અંકોના અર્થોનું જ્ઞાન ઘણા જૂના સમયથી હિન્દુઓ, એસિરીઅને, ગ્રિસવાસીઓ, ઈજિપ્તવાસીઓ અને હિબ્રુએને હતું. આ બધામાં હિબ્રુઓની અંકશાસ્ત્રની પદ્ધતિ સૌથી જૂની હેવાનું વિદ્વાનો માને છે. આ અંકને સર્વ સંમત એવાં પ્રતીકો અતિ પ્રાચીન સમયથી ચિત્રના રૂપમાં અસ્તિત્વ ધરાવે છે અને અત્યારે પણ આ ચિત્રપ્રતીકો Tarat Cards-ટેરટ કાર્ડઝમાં ગૂઢ રીતે અંકિત થયેલાં જોવા મળે છે. ઘણાં જ પ્રાચીન હોવાથી આ ચિત્રો કયારે શરૂ થયાં તે કહેવું લગભગ અશકય છે. કીરો સેકારીઅલ, મોઝ, ડોકટર કેસ જેવા પશ્ચિમના આ શાસ્ત્રના નિષ્ણાતોએ આ રહસ્યમય ચિત્રો ઉપરથી અંકોના જે અથ તારવ્યા છે તે હવે પછીનાં પ્રકરણમાં આપવામાં આવશે.
મુખ્ય તેમજ મિશ્ર અંકોના ગૂઢાર્થોને નવ વિભાગમાં વહેચી નાખવામાં આવ્યા છે. દરેક વિભાગમાં પ્રથમ મુખ્ય અંક અને તે પછી તે મુખ્ય અંક સાથે સંબંધિત મિશ્ર અંકોના અર્થ આપવામાં આવ્યા છે. દાખલા તરીકે આઠમા વિભાગમાં મુખ્ય અંક ૮ અને તેના મિશ્ર અંકો ૧૭, ૨૬, ૩૫, ૪૪, પ૩, ૬૨ અને ૭૧ના અર્થ આપવામાં આવ્યા છે.
ડોકટર સે મુખ્ય અંકને નીચે પ્રમાણે ત્રણ વિભાગમાં વહેંચી નાખ્યા છે.
(૧) માનસિક અને આધ્યાત્મિક અંકો -૩, ૬, ૯.