________________
કે નામ કે ઈલકાબ મળયા હોય તે પ્રમાણે માણસના ભાગ્યમાં સારાનરસા ફેરફારો થાય છે. પહેલો અને ત્રીજો નેપોલિયન, નેપોલિયન તો હતા જ પણ તેમના ભાગ્યાંક જુદા જુદા હોવાથી તેમના કાવ્યો પણ જુદા જુદા બન્યાં.
' હવે આપણે જયપ્રકાશ નારાયણને દાખલો લઈએ. - ૧૯૪૨ની “હિન્દ છોડોની ચળવળ વખતે તેઓ લડાયક
અને ક્રાંતિકારી જુસ્સાવાળા હતા. તે સમયે તેઓ હજાર લોકોને માટે આદર્શરૂપ હતા. આઝાદી મળ્યા પછી તેઓ જવાહરલાલ નહેરુના વારસદાર પણ મનાતા હતા. તે સમયે તેઓ “ JAIPRAKASH NARAIN ” તરીકે ઓળખાતા હતા. પણ પાછળથી તેમણે “J, P. NARAIN” ને બદલે “J. P NARAYAN ” તરીકે નામ લખવાનું સહી કરવાનું અને ઓળખાવાનું પસંદ કર્યું. આ બંને નામના ભાગ્યાંક નીચે પ્રમાણે આવે છે.
J. P. NARAIN ૧ ૮ ૫ ૧ ૨ ૧ ૧૫ = ૨૪ = ૬ J. P. NARAYAN ૧ ૮ ૫ ૧ ૨ ૧ ૧ ૧ ૫ = ૨૫ = ૭
આ પ્રમાણે નામમાં ફેરફાર થવાને લીધે તેમના ભાગ્યાંક ૨૪ અને ૬માંથી બદલાઈને ૨૫ અને ૭માં ફેરવાઈ ગયા. તેથી જ તેઓ એક વખતના કાતિકારી વિર મટીને શાંતિના ચાહક અને સર્વોદય નેતા બન્યા છે. આ છે નામમાં ફેરફાર કરવાથી થતી અસરને જીવતો જાગતે દાખલો !