________________
પ્રકરણ ૧૩ મું
જન્મ તારીખ અને જન્માક કે જીવનપંથ
અંકશાસ્ત્રમાં નામના જેટલું જ કે તેનાથી પણ વધુ મહત્વ જન્મ તારીખનું છે. નીચેના કારણે સર જન્માંક અને જન્મ તારીખ, નામ અને નામાંક કરતાં વધારે અગત્યની માનવામાં આવે છે.
(૧) દરેક વ્યક્તિનો જન્મદિવસ ચોકકસ એટલે કે કદીય બદલી ન શકાય તેવો હોય છે.
* *
(૨) જન્મ તારીખ અને તેથી જન્માંક વ્યક્તિના જન્મ સમયના ગ્રહોની અસર દર્શાવે છે.
| (૩) જન્મને સમય તથા દિવસ વ્યક્તિના આદેલનની તીવ્રતા કે દઢતા નક્કી કરે છે અને તેની અસર જીવનભર રહે છે.
(૪) જન્માંક મોટે ભાગે ભૌતિક સુખ સમૃદ્ધિ સાથે સંબંધ રાખે છે, જ્યારે નામાંક મોટે ભાગે આધ્યાત્મિક બાબતે અને ચારિત્ર્ય સાથે સંબંધિત હોય છે.
(૫) વ્યક્તિને નામાંક ખાત્રીપૂર્વક શેધી કાઢવે તે ઘણું જ અઘરું કામ છે, કારણ કે જે નામથી આપણે સૌથી વધારે જાણીતા હોઈએ તે નામ ઉપરથી જ નામાંક શેષ જરૂરી છે. અને આ નામ કદાચ વ્યક્તિ જાતે અણુ ન જાણતી હાય તે બનવા જોગ છે. કેટલાક લોકો તેમના