________________
( ૪ ) રીતે વજરબાહ પાકો મનસુબે જોઈને ઉદયસુંદરને ધાસ્તી લાગ્યાથી તેને કહેવા લાગ્યો કે વરબાહુ રાજા હુ તારી સાથે મશ્કરી કરતો હતો, તને દીક્ષા લેવી જોઇએ નહીં. મારા લુવાને વિકાર છે, આપણ બેઉ વચ્ચે કેવળ, મશ્કરીનું બેલગુ થયું છે. એમાંનું કાંઇપણું સાચું સમજવુ નહી. વિવાહના ગીતોની પઠે મકરી પણ સાચી ન સમજવી. હવે પછી તું અમને સર્વ દુઃખમાં સહાય થઈશ. આ વખતે અમારા કુલના સર્વ મનોરથનો ત્યાગ નહી કરાવ. તારા હાથમાં હજી સુધી વિવાહ કંકણું છે. તેનું ફળ જે ઉપભોગાદિક, તેને તુ ઓચીંતુ કેમ મુકી દે છે. જો તું હમણાં જ દીક્ષા લઈશ તો જેને સંસારના સુખની હજી સુધી કાંઈ પણ ખબર નથી એવી આ મા રી બેન મનોરમા તારા વિના કેમ જીવી શકશે? ત્યારે વજરાયુધ તેને કહે છે – હે ઉદયસુંદર આ મનુષ્ય જન્મરૂપ ઝાડનું ચરિત્ર લક્ષણરૂપ ળ છે. છે જે આ મશ્કરીનું ભાષણ કર્યું, તે જેમ સીપીમાં સ્વાતીની બુંદ મોતીનું કારણ થાય છે તેમ એ બેસવું મોક્ષનું કારણ ભુત થયું તારી બેને પણ મારી સાથે દીક્ષા લેવી જોઈએ, જે તે એમ નહીં કરે તે હવે પછી એની સાથે ભોગ ભોગવનાર હું નથી મારે તો આ મેક્ષને માર્ગે જવું છે, તેમાં અટકાવ કરવું તેને યોગ્ય નથી ને મારી વાત માને તો તું પણ મારી સાથે દીક્ષા લે. ક્ષત્રીએ પોતે કરેલી પ્રતિજ્ઞા અવશ્ય પાળવી, એ સર્વનો કુલ ધર્મ છે. એમ કહીને તે આગળ ચાલ્યો. થકે ગુણસાગર મુનિ પાસે આવી ઝટ. દીક્ષા લઈ લીધી. ત્યારે તે ઉદયસુંદર, તેની સ્ત્રી મનોરમા તથા બીજા પચીશ કુમાર એ સર્વેએ તેની સાથે દીક્ષા લીધી.
એ વાત જરબાહુનો પિતા વિજય રાજા સાંભળીને મનમાં વિચાર ક રવા લાગ્યો કે મારો પુત્ર બાળક છતાં તેણે દીક્ષા લીધી ને મેં હજી સુધા વિરાગનું ગ્રહણ કરયું નથી. માટે હવે દીક્ષા લઈને મોક્ષના સાધનને સંપાદવું જોઈએ, એમ જાણીને પોતાના પુરંદર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને એક નિવણમેક્ષ નામના મુનિ પાસેથી દીક્ષા લીધી. તે પુરંદર પણ પતાની સ્ત્રી પૃથ્વીની સાથે કેટલાએક કાળ ઉપભોગ ભોગવીને તેથી થએલા કીર્તીધર નામના પુત્રને રાજ્ય ઉપર બેસાડીને કોઈ એક ક્ષેમંકર નામના યુ નિની પાસે દીક્ષા લીધી. કીર્તીધર રાજા પણ ઇંદ્રાણી સહીત ઇંદ્ર સદની
પઠે પોતાની સહુવી નામની સ્ત્રીની સાથે વિષય સુખ ભોગવીને તથા દીક્ષા | | લેવાનું મનમાં ધારીને પોતાના મંત્રીઓને કહેવા લાગશે, મા છે દિક્ષા લે છે
~~~
~~~
~~
~~~~~~~~~
~~~~~~~
~~~