________________
( ૬૭ )
સુકાવી ને રાવણને રાજી કર્યા પછી તેને લકા નગરીમાં પહાચતા કરીને તથા તેની રા લઇને પાછો પાતાના નગરમાં આવ્યા. પેાતાનાં માતા પિતા
વગેરેને યથાયોગ્ય નમસ્કાર કરીને અજનાના મહેલમાં આવ્યા. ત્યાં જીએ છે તે કાંતી રહીત ચંદ્રમાની પેઠે અજનાનુ ઘર નિસ્તેજ દીઠામાં માળ્યુ. તેથી અતિ શાક કરવા લાગ્યા. એટલામાં તેણે કોઈ સીને દીઠી તેને પુછવા લાગ્યા કે, જેનું દર્શન નેત્રને અમૃત જેવુ લાગે, એવી મારી અંજના ક્યાં ગઈ ? ત્યારે તે કહેવા લાગી કે, હે પવનજય તુ ગયા પછી કેટલાએક દિવસે તારી સ્ત્રી ગર્ભીણી થઇ એમ જાણીને તારી માતાએ કાહાડી મેલી. તેને વિમાનમાં બેસાડીને પાપરૂપી તારા શેવકોએ તેને લઇ જઇને મહેદ્ર નગરની ભાગેાળમાં ઉતારી મુકી. એવું સાંભળીને કબુતરની પેઠે વાયુવેગે કરી સ્ત્રીની શોધ કરવા સારૂ પાતાના સાસરાના નગરમાં ગયા. ત્યાં જઈ ચેકશી કરતાં સીના પત્તા મળ્યા નહી. ત્યારે કોઇ પરસ્ત્રીને પુછવા લાગ્યા કે મારી અ જના આંઇ આવી હતી કે નહીં ? તેણે કહ્યુ કે, તે પોતાની સખી સહિત આંઇ આવી હતી. પર ંતુ તેના દુઃશીલપણાથી તેના પિતાએ તેને કાહાડી મુકી એમ સાંભળીને જેમ વજ્રના માર પડે તેમ તેને લાગ્યું. પછી તેની શોધ કરવા સારૂ પર્વત સ્થળામાં ફરવા લાગ્યા. ફરતાં ફરતાં કાંઇપણ ખબર ન મળવાથી શ્રાપ વડે ભ્રષ થએલા દેવતાની પેઠે ખેદ પામીને પેાતાના મહસિત ર્મિત્રને કહેવા લાગ્યા કે, અંજનાસુદરીની મેં આટલી બધી શોધ કરી પણ હજી સુધી તેના ક્યાંએ પત્તો મળતો નથી. તથાપિ હજી કેટલીએક શેાધ કરવી છે, તેમ છતાં જો નહી મળશે તે હું અગ્નિમાં પ્રવેશ કરીશ. એ વૃત્તાંત મારા માતા પિતાને તું કહેજે, એમ કહીને પોતાના મિત્રને વિદાય કકી. તેણે આદિત્યપુરમાં જઇને મલ્હાદ તથા કેતુમતિને પવનંજયની સર્વ વાત કહી. કેતુમતિ સાંભળીને મુઠ્ઠી ખામી તત્કાળ જમીન ઉપર પડી. કેટલા એક વખત ગયા પછી કાંઇક શુદ્ધિમાં આવીને ખેાલવા લાગી.
હે મહસિત, તેણે અગ્નિમાં પેસવાના પાકો નિશ્ચય કર્યો છે. કે ? ત્યારે તારા પરમ પ્રિય મિત્રને એવી સ્થિતિમાં એક્લો વનમાં મુકીને તું આંઇ શા સારૂ માન્ચે ! પણ એ ખીજા કોઇની તકશીર નથી. એ વિપરીત કાર્યનું કારણ હું અભાગણી છું. મેં પાપણીએ બિચારી નિર્દોષી વહુને નાહક કાહાડી મુકી, તેથી આ ખાટા પરિણામના ચિન્હો દીઠામાં આવે છે. તે સ તી ઉપર મૈં દાષ આરોપણ કર્યું, તેનું આ ફળ મને મળે છે. કહ્યું કે,