________________
( ૧૪ ) બિચારી અંજન સુંદરીમાં અમાધનો લેશ નથી. તારા તથા એ અંજનાના માવીત્ર જગતમાં પ્રખ્યાત છે, માટે જો તું તેની સાથે વિવાહ કહ્યા વિના પાછો જઈશ, તે તારા તથા એ કન્યાના માતા પિતાને અતિ લજ્જા થશે. એવા પિતાના મિત્રનાં શિખામણનાં વચને સાંભળીને તથા કિચિત વિચાર કરીને પવનય મનમાં દુ:ખીત થ થકો મોટા સંતાપથી ત્યાં રહ્યું. પછી નિશ્ચય કરેલા દિવસે સંકેત પ્રમાણે બેઉનું લગ્ન થયું. માહેંદ્ર રાજાએ પ્રલ્હાદ રાજનો ઘણે સત્કાર કર, સર્વ કાર્ય થઈ રહ્યા પછી વર તથા વહુ ને લઈને પિતાના પરિવાર સહિત પોતાની નગરીમાં આવ્યો. ત્યાહાં અંજન સુંદરીને રહેવા સારૂ રાજાએ સાત માળનું અતિ રમણીય મહેલ કહાડી આપ્યું. ને નગરીમાં એક અંજન સુંદરી વિના જ્યાં ત્યાં આનંદ થઈ રહ્યા વિવાહ થએલા દિવસથી પવનંજયે અંજનાને કોઈ વખતે બોલાવી જ નહી. કહ્યું છે કે “જે માની ગુરૂષ છે, તેને થોડેક અપમાન થાય તે પણ તે કદી ભૂલે નહી.”.
પવનંજયે તે દ્વેષ રાખીને અંજના સાથે બોલવાનું બંધ કર્યું, તે જેઈને અંજના મહા શેકમાં પડી ગઈ. જેની આંખોમાંથી પાણી તે સુકાય જ નહીં. ચંદ્રવનાની રાતની પેઠે જેના મુખની કાંતી થવા લાગી. પલંગ ઉપર સુતી છતાં રાતના ઊંઘ ન આવે. મનમાં સંતાપ થએથી પલંગ ઉપર આમ તેમ પડીને જેમ તેમ રાત્રે કહાડવા લાગી. તે એક રાત જાણે વરષરૂપ થ ઈને જ આવી હેયની ? એવી જણાઈ. દિવસે મનમાં વિચાર કરતી થકી બે ઢીંચણમાં માથું ઘાલીને, પોતાના પતિના ચહેરાનું ચિત્ર કાહારીને, તેની સામે જોઈને, તા પોતાના અંત:કર્ણને વૈર્ય દઈને કેટલાએક દિવસ કહાડચા. એવી પિતાની સ્વામીની અવસ્થા જોઈને તેની દાશીઓએ અતિ મીઠું બોલીને તેને સમજાવવા લાગી પણ તેણે તેઓને કોઈપણ જવાબ વાળ્યો નહી; જેમ હેમત રૂતુમાં કોકીલા ભુલે ચુકે પણ બોલે નહી તેમ તેણે મૌન ધારણ કર્યું. એવી મહા દુઃખની દશામાં તેને વિકરાલ કાળ જવા લાગ્યો.
એક દિવસે રાવણને એક દુત અલ્હાદ રાજા પાસે આવીને તેને કહેવા લાગ્યો, હે રાજા, રાક્ષસનાથ જે રાવણ, તેની સાથે દુર્મતિવાળો વરૂણનિ રંતર ટ્રેક કરતા રહે છે. ને તે રાવણની આજ્ઞા માનતો નથી. તે તો રહ્યું છે પણ ઉલટ કહે છે કે, રાવણે મારી આજ્ઞા માનવી. હું જ્યારે તેની પાસે ગયો ત્યારે મને કહેવા લાગ્યો કે, અરો રાવણુ તે કોણ છે તેનાથી શું થ |