________________
( ૧૨ )
તે જોઈને આશ્ચર્ય પામી થકી તે સર્વ સીઓએ રાવણ પાસે પિતભિક્ષા માગી. તે માન્ય કરીને રાવણે તેઓને છોડી મુકયા. પછી તે રાવણનો ઉપકાર માની પોતાના નગરમાં ગયા. રાવણ વિદ્યાધરોની કન્યાઓ સહિત પિતાના સ્વયંપ્રભ નામના નગરમાં આવ્યો. તે વખતે લોકો મોટા આનંદ કરી તેને કરભાર દેવા લાગ્યા. કુંભપુર નામના નગરના સ્વામી મહોદર નામના રાજાની રૂપનયના નામની સ્ત્રીના પેટે જન્મેલી વિદુલ્લતા જેવી કાંતીવાળી, ત થા કુંભના જેવા બે સ્તન કરી શોભીત, એવી તડિત્માલા નામની એક કન્યાની સાથે કુંભ કર્ણનું લગ્ન કરવું. અને વૈતાઢય પર્વતની ખુણમાં એક
જ્યોતિષપુર નામના નગરના સ્વામી વીર નામના રાજાની સી નંદવંતીએ જમેલી પંકજસી કન્યાની સાથે બિભીષણે લગ્ન કરયું. કેટલાએક કાલ પછી રાવણની સી મંદોદરીના પેટે ઈદ્ર જેવા પ્રાક્રમવાળા ઇંદ્રજીત તથા મેઘવાહન એવા બે પુત્રોનું અનુક્રમે જન્મ થયું.
કોઈએક સમયે પોતાના વડાઓનું વૈર સાંભરીને કુંભકર્ણ તથા બિભીષ ણ લંકા નગરીમાં જઈને શ્રવણ રાજાને ઊપદ્રવ કરવા લાગ્યા. તેથી અકળાઈને વિશ્રવણે પોતાના દુતના મુખે સુમાલીને કહેવરાવી મુક્યું કે, પોતાની શકિત ન જાણતાં રાવણના નાના ભાઈઓ મનમાં સુરવીરપણાનો અભિમાન ધરતા થકા કુવાના દેડકાની પેઠે મારી લંકા નગરીમાં તોફાન કરે છે, તેની આજ દિવસ સુધી મેં ક્ષમા કરી, પણ હવે શશાતું નથી. માટે તું એમને સમજાવીને બેલાવી લે, નીકર પુ જેવા માલીના હાલ થયા હતા, તેવા એ મન પણ થવાના. મારા બલની શું તને ખબર નથી ? તે જાસુદના એવા બેલો સાંભળીને ધમાં આવ્યો થકો ત્યાં બેઠેલો રાવણ તેને કહેવા લાગે કે, એ વિશ્રણવ કોણ છે ? તથા કોન શેવક છે ? બીજાને કર ભાર દેતે છેતાં આટલો બધો ગર્વ કેમ રાખે છે ? બીજાની આપેલી નગરીનું પાલન ક રતે છતાં આટલી બધી મગરૂરી કરતાં લાજ નથી થતી ? તું દુત હોવાથી તને હું મારતો નથી. માટે તેને જીવની ખપ હોય તો જલદી આઇથી નાશી જા. એ સર્વ વ્રતત દુતે જઈને વૈશ્રવણને કહ્યા. પછવાડેથી રાવણ પણ પિતાનું સન્ય સજીને લંકામાં આવી પહોતો. તે જોઈને વિશ્રવણ પોતાના ૫રિવાર સહિત નગરીથી બાહર નીકળ્યો. પછી પરસ્પર લડીને રાવણે વિશ્રવણને છત્યે,