________________
( ૧ ) ગુણ જોવાથી તેમને કોઈ તેને યોગ્ય ન જણાયાથી મોટી ચિંતામાં બેઠા છતાં તે વાત તેણે પિતાના પ્રધાનને કહેવાથી તેણે કહ્યું કે, ચિંતા કરવાનું કાંઈ કામ નથી. સહસ્ત્ર વિદ્યા સંપન તથા દેવતાઓને પણ ભય બતાવનાર, એ એક દશાનન નામનો રતનશ્રાને પુત્ર છે, તેની બરાબરી કરનાર એકે વિદ્યાધર મળનાર નથી. તે જ તમારી પુત્રીને યોગ્ય વર છે. માટે તેની સાથે એ મંદોદરીનું લગ્ન કરવું જોઈએ. એવું તે પ્રધાનનું બોલવું સાંભળીને અતિ આનંદવડે તે મય રાજા પોતાના પરિવાર તથા સૈન્ય સહિત પોતાની પુત્રી રાવણને દેવા સારૂ આગળ જાસુદ મોકલીને તે સ્વયંપ્રભ નગરીમાં આવ્યો. તે કબુલ કરીને સુમાલી પ્રમુખ રાવણના ગોત્રે મંદોદરીને ઘેર લાવવા વાસ્તે સાં. મિ કહાડ્યો. પછી શુભ દિવસ, તથા લગ્ન વગેરે જોઈને બેઉને વિવાહ કર. સર્વ કાર્ય થઇ રહ્યા પછી મય રાજા પોતાના પરિવાર સહિત પોતાના નગરમાં આવ્યો. આંઇ રાવણ પણ મંદોદરી સમેત ઘણા દહાડા અતિ આ નંદ વડે સુખ ભોગવવા લાગ્યો.
કોઈ એક દિવશે રાવણ કીડા કરવા સારુ મેઘરથ નામના પર્વત ઉપર ગયો.. ત્યાં સરોવરમાં સ્નાન કરતી વિદ્યાધરોની એક હજાર કન્યાને તેણે દીઠી. તે કન્યાઓએ પણ રાવણને જોયો. તેની નજરોનજર થએથી તેહજાર કન્યાઓ કામે કરી પીડાતી થકી રાવણ પાસે આવીને કહેવા લાગી કે હે સ્વામિન તું અમારા પતિ થા. રાવણે તે માન્ય કરયાથી તે સર્વ ગાધર્વ વિવાહે પરણી. એ. સં વૃતાંત તેઓની દાસીઓએ તેમના પિતા પાસે જઈ કહ્યા. રાવણ તે હજારે સીઓને પોતાના રથમાં બેસાડીને ચાલતો થયો. પાછળથી મોટા ધમાં આવીને રાવણને મારવાના હેતુથી તે વિદ્યાધરો દડશે. તેને જોઈને તે હજારે સ્ત્રીઓ રાવણને કહેવા લાગી કે, હે સ્વામિન, આ વિમાન જલદી તું હાંકી જા. કદાચિતે અમરસુંદર નામે એકજ વિદ્યાધર આવી પહોંચશે તો તે બિલકુલ છતાશે નહીં. તે ફછી કનકેબુદ્ધાદિક સરવ પિતાના પરિવાર સહિત આવશે તે તે કેમ છતાશે? રાવણ સાંભળીને તથા હંશીને કહેવા લાગ્યો કે સ્ત્રીએ તમે હજી મારૂ બાહુ બળ જોયું નથી. તે આજ તમને બતાવીશ. એટલામાં તે સરવ વિદ્યાધરો આવીને જેમ પરવત ઉપર મેઘ વરસાત કરે તેમ પિતાનાં શસ તથા અસ વડે તેઓએ રાવણને ઢાંકી લી. રાવણે પિતાના પરાક્રમ વડે તેમનાં સરવ હથિયારોને પિતાના હથિયાર વડે તેડીને પ્રસવાયન, નામના અસથી તેઓને મેહ પમાડીને પશુની પેઠે નાગપાસ થકી બાંધી લીધું.