________________
-
-
-
-
-
ડ
-
-
( ૨૩ ) વિશ્રવણે યુદ્ધમાં હારીને વિચાર કરવા લાજે કે, આ મોડું હું ઇંદ્ર રાજાને કેમ દેખાડું? જે પુરૂષ વરીના હાથે છતાયો તેને પ્રથવી ઉપર છેવતા રહેવું ધિક્કાર ભરેલું છે. માટે અનેક અનર્થે દવા વાળું આ રાજ્ય કરવામાં શું ફાયદા છે. તેથી બહેતર છે કે, મોક્ષનું દ્વાર જે દીક્ષા, તેને ગ્રહણ કરીને સદા સુખી રહેવું. આ કુંભકર્ણ તથા બીભીષણ જે પણ મને અપકાર કરનારા ખરા તો પણ આ વખતે મારા ઉપકારી થયા. તે વિના મને એવી બુદ્ધિ કયાંથી થાત? રાવણને પણ પરમ મિત્ર જાણવો જોઈએ, જેથી આ વરાગ્યની ઉત્પત્તિ થઈ. એમ વિચાર કરીને, તથા પિતાનાં શસ્ત્ર અસાદિક જમીન ઉપર નાખીને, વિશ્રવણ તત્વનિષ્ટ થયો છતાં પોતેજ પિતાના મને કરી સાધુ દિક્ષા લીધી. તે સર્વ જાણીને, તથા હાથ જોડી નમસ્કારીને, રાવણ તેને કહેવા લાગ્ય—હે વિશ્રવણ તું મારો મોટો ભાઈ છે. માટે મારાથી તારો જે કાંઇ અપરાધ થયો હોય તે માફ કરીને નિર્ભય થયો થકો આ લંકાનું રાજ્ય કર. બીજી ઘણી થવી પડી છે, ત્યાં જઈ હું રાજ્ય કરીશ. એવાં રાવણનાં વાકયો સાંભળીને કાંઈ પણ ન બેલતાં વઈશ્રવણ મિન ધારણ કરીને તપ કરવા બેસી ગયો. પછી તે તેજ ભવમાં મેક્ષ પામી ગયો.
વિશ્રવણની એવી અવસ્થા જોઈને રાવણે જાણ્યું કે, આ હવે સંસારને અંગીકાર કરનાર નથી, તેથી તેની આગળ હાથ જોડી, નમસ્કાર કરી, પિતાના અપરાધની ક્ષમા કરાવીને તેની લંકા નગરી, તથા તેનું પુષ્પક વિમાન તેણે લઈને ત્યાંનું પોતે રાજ્ય કરવા લાગ્યો. એક સમયે તે વિમાનમાં બેશી રાવણ સંમત પરવત ઊપર અહંતની પ્રતિમાની વંદના કરી ત્યાંથી ઉતરતાં સિન્યના કલકલાટ શબ્દની પેઠે એક વનના હાથીને શબ્દ તેણે સાંભો. તેને જોઈને, તથા મોટેથી હંસીને એક દુત રાવણને કહેવા લાગ્યા કે, આ હતી ન આપણી સંપત્તિ યોગ્ય છે. તે હાથી કેવા છે? જેના મોટા દાંતે છે, પીળા છે જેનાં નેત્ર, ગંડસ્થળ ઊંચુ છતાં જેમાંથી મદને જરણો વહી રહ્યા છે, તથા એ સાત હાથ ઊંચે, તથા નવ હાથ લાંબો છે. એવા મદોન્મત્ત હાથીને વશ કરીને રાવણ તેની ઉપર બેઠે. તેનું નામ ભુવનાલંકાર રાખ્યું. પછી તેને બંધનતંભની સાથે બાંધીને તથા તે રાતના ત્યાંજ ૨હિને, બીજે દહાડે સવારના ઉઠીને ત્યાંજ રાજસભા કરી. એટલામાં એક ચપદારની સાથે પવનવેગ નામને વિદ્યાધર મારે કરી જરજર થએલો છે. સભામાં આવીને રાવણને નમસ્કાર કરીને કહેવા લાગ્યો.
S