________________
(૨૮) લાગ્યું કે, જેવી રીતે એ આથમી ગયો તેમજ ફરી ઉગશે. એ દ્રષ્ટાંતે સર્વ પદાર્થોને ઉદય અને અસ્ત છે, માટે કોઈ વસ્તુ સ્થિર નથી તેથી એને ધિકાર છે. એ વિચાર કરી પોતાના નગરમાં આવ્યો. પછી પિતાના પુત્રને રાજ્ય ઉપર બેસારી. અને પોતે એક ધર્મરત્નાચાર્યની પાસે જઈ દીક્ષા લીધી. તેની પાછળ તેની સાતસોને પચાસ સ્ત્રીઓએ પણ એક લક્ષ્મીવતી નામની આની પાસે દીક્ષા લીધી. ત્યાર પછી તે શ્રીશલ, હનુમાન પ્રથમથી જ ધ્યાન રૂપ અગ્નિથી સર્વ કર્મને બાળીને રીલેશી પામી અથવા (મોક્ષ) પદને પામ્યા.
હનુમાને દીક્ષા લીધી તે સાંભળીને રામ મનમાં વિચાર કરવા લાગે કે, આ જગતના નાના પ્રકારના ભેગ સુખ મુકીને હનુમાને દુઃખકારક દીક્ષા કેમ લીધી? એવી રામની ચિંતા સૌધર્મ દેવલોકના ઈ અવધિ જ્ઞાનથી જા. ણીને તે પોતાની સભામાં આવ્યું. અને કહેવા લાગ્યો કે, અહે! કર્મની ગતિ વિષમ છે. આ રામ ચરમશરીરી છતાં તે ધરમને પોતે હશે છે. અને આ વિષય જનિત્ર સુખોની પ્રશંસા કરે છે. પણ એનું કારણ એ છે કે, રામ લક્ષ્મણ વરચે પરસ્પર પ્રીતિ વધારે હોવાથી તે ભવ સુખનું કારણ છે. તે સાંભળીને ત્યાંથી કેતુકે કરી બે દેવ તેમના સ્નેહની પરીક્ષા કરવા સારૂ અને યોધ્યામાં આવ્યા. તેઓએ અંતઃપુરમાં સર્વ રાજસીઓ કરૂણાસ્વરે કરી ખેદ કરે છે, એવી રીતે માયા વડે લક્ષ્મણને બતાવ્યું. હા રામ, હા રામ! હા પદમનયન, હાઈ પદમબંધુ હે જગતને ભય દેખાડનારા, તને આ અવસર વિના મૃત્યુ કેમ આવ્યો! એમ રક્તી થકી છાતી કુટી રહી છે, માથાના કેશ જેના છુટી પડ્યા છે. એવી અવસ્થામાં પોતાની સ્ત્રીઓને જોઈને ખિન્ન થઈ લક્ષ્મણ કહેવા લાગ્યો કે, છવિતનો પણ વિત, જે મારો ભાઈ રામ તે શુ મુવ કે અરેરે!! દુષ્ટ યમે આ શું કર્યું. એમ બોલતો છતાં તે લક્ષ્મણને વાણી સહિત છવ નીકળી ગયો. કહ્યું છે કે, “
કના વિપાક દુરતિ કમ છે.” લક્ષ્મણ સિંહાસન ઉપર સેનાના સ્થંભને ટકીને બેઠે. ત્યારે આખા ફાટીને ચિત્રના જેવી ક્રિયા વિનાની થઈ ગઈ. એમ જોઈને લક્ષ્મણ મુવે એમ જાણું તે દેવતાઓ અતિ ચિંતાતુર થઈને પરસ્પર બોલવા લાગ્યા. આ આપણે શું કરયું? આખા વિશ્વને આધાર જે આ પુરૂષ તેને આ પણ મારશે કે શું? એવી રીતે પિતાની નિંદા કરીને તે પિતાના લોક પ્રયે ગયા. લક્ષમણ યુવે એમ જાણીને ત્યાં અંતઃપુરની સ્ત્રીઓ આવી.
I