________________
7
( ૧૮૨ )
જઈશું, એમ કહીને આકાશ માર્ગે ઉડીને પાતાના ઠેકાણે ગયા. યુતિએ જંઘાચારણમુનિના ગુણ લખાણ્યા, તે સાંભળીને જેઓએ માન્ય કરયુ નહી તે સાધુ પશ્ચાતાપ પામ્યા. તે સાંભળીને અદ્ભુત શ્રાવકે ધોખા કરયા; પછી તે કારતિક માસની અજવારા પક્ષમાં મથુરાં નગરીમાં આવીને ત્યાં ચૈત્યની પુજા કરી સપ્ત મુતિને વંદના કરી, અને પોતે કરેલી તકશીરની માફ માગી.
શતરૂઘને એ વાત સાંભળીને તથા તે સપ્ત મુનિના પ્રભાવથી મારા દેશ રોગથી મુકાયા એમ જાણીને કારતક માસમાં તે નગરીમાં આવ્યા. ત્યાં જઈ સપ્ત મુનિને નમસ્કાર કરીને કેહેવા લાગ્યા કે, મારા ઘરનું ભાજન કરા, ત્યારે તેઓએ કહ્યુ કે સાધુએ રાજાના ઘરનુ અન લેવુ નહી. ત્યારે ફરી શતદ્દન બાલ્યા કે તમે મારી ઉપર ઉપકાર કરનારા છે, મારા મુ લકમાં દેવતાઓએ કરેલા રોગ નારા થયે; માટે લોકોની ઉપર કૃપા કરવા સારૂ કેટલાએક દિવસ અહીં રહે. તમારૂ વરતવુ બીનની ઉપર ઉપકાર કરનારૂ છે. એવુ તેનુ ખાલવું સાંભળીને તે કેહેવા લાગ્યા કે હમણાં અમે તીર્થ યાત્રા કરવા સારૂ વિહાર કરનારા છીએ. મુનિએ એકજ ઠેકાણે કાયમ રહેવુ નહી, માટે તું આ નગરીમાં સર્પના ઘરમાં અર્હતની પ્રતિમા કરાવ એટલે કદી પણ રોગ ઉત્પન્ન થનાર નથી. એમ કહીને તે સાતે મુનિ આકાશ વાટે ખીજે ઠેકાણે ગા. પછી તેમણે કહ્યા પ્રમાણે શતરૂઘને ભગવતની પ્રતિમા કરાવી. તેમજ તે સાત મુતિની રત્નાની પ્રતિમા કરાવીને મથુરાંતી ચારે દિશા તરફ પધરાવી.
વૈતાઢચ પર્વત ઉપર દક્ષિણ દિશામાં રત્નપુર નગરના રાજા રત્નરથ થયા. તેની ચદ્રયુખી નામની સ્ત્રીના પેટે મનેારમા નામની કન્યા થઈ. તે રૂપમાં પણ મનારમાં હતી. તે જ્યારે ચાવન અવસ્થામાં આવી ત્યારે રાજા વિચાર કરવા લાગ્યા કે આ કન્યા કોને દેવી ! એટલામાં નારદ આવીને કે હેવા લાગ્યા કે આ કન્યા લક્ષ્મણને દેવા યોગ્ય છે. એવુ સાંભળીને ગોત્રના વેરે કરી તેના પુત્ર ચીડાયા, ને પોતાના સેવકોને કહેવા લાગ્યા કે આ નારદને લાકડી વતી મારે એવી રજા દીધી. તે મારવાને ઉડવા લાગ્યા એટલામાં નારદ જાણીને ત્યાંથી નાશી ગયા. તે પક્ષીની પેઠે ઉડીને લક્ષ્મણની પાસે આ આવ્યા. તેને તેણે કન્યાની તસખીર કાહાડી ખતાવી, અને પેાતાની વાત પણ કહી સંભળાવી. તેનું રૂપ જોઇને તેની ઉપર લક્ષ્મણનુ મન