________________
(૧૪૯).
~
~
~
~
-
થયાં છે, રંચમાત્ર પણ જેને દેહની અપેક્ષા નથી, એવી દશામાં સીતાને હ નુમાન જોઈને મનમાં ચિંતન કરવા લાગ્યો કે, આ સીતા મહા પતિવ્રતા આના દરશનથી સર્વ જન પવીત્ર થાય છે. તેના વિરહ કરીને રામ ખિન્ન થાય છે. એ યોગ્ય છે. કેમકે રૂપમાં અને શીલમાં આના જેવી પવિત્ર કોની સી છે? આ રાવણ, રામના પ્રતાપે કરી, તથા પિતાના પાપથી અતિ કષ્ટ ભોગવશે. પછી હનુમાને અંતરિત થઈને સીતાના ખોળામાં રામના હાથની વીંટી નાંખી. તેને જોઈને સીતા રાજી થઇ. તે વખતે ત્રિજટાએ જ ઈને રાવણને કહ્યું છે. આટલા દિવસ સુધી જાનકી મહા શેકમાં હતી. પણ આજ આનંદમાં આવેલી જણાય છે. એવું સાંભળીને રાવણ મનમાં કે હેવા લાગ્યું કે, એ રામને ભુલી ગઈ. હવે મારી સાથે રમાયણ થશે. એ વિશે વિચાર કરીને મંદોદરીને કહેવા લાગ્યો કે, તું જઈને સીતાને ઉપદેશ ક૨. એવું સાંભળીને તથા પતિનુ દુતપણુ કબુલ કરીને સીતાને ફસાવવા સારૂ તેની પાસે આવીને કહેવા લાગી. ઐશ્વર્ય કરીને સિંદ કરી રાવણ શ્રેષ્ટ છે તેમજ તું પણ રૂપ લાવણ્ય સંપતી વડે અપ્રતિરૂપ છે. તે બેઉનો જે પણ અજ્ઞ વિધાતાએ સંગ કરો નહીં, તથાપિ સંયોગ કચાની આ વેળા છે. ત્યારે હું સીતા હવે તું આંથી ઉઠ. અને તે રાવણની સેવા કર. હું અને તેની બીજી સ્ત્રીઓ તારી આજ્ઞામાં રહેશે, એવું સાંભળીને તેને સીતા કહે છે કે, હે દુષ્ટ, પતિની કુટણી, હે પાપ, તારા પતિની પઠે તારૂ મુખ જોવા થી પણ પાપ લાગે. તું જરૂર સમજ કે હું રામની પાસે જ બેઠી છું. ખરાદિકોની પેઠે ભાઈઓ સહિત તારા પતિને મારવા સારૂ લક્ષ્મણ આવ્યો એ મ સમજ, હે પાપિષ્ટ, આંબથી ઉડ? તારી સાથે મને બેસવાનો અધિકાર નથી. એવી રીતે સીતાએ તેનો તિરસ્કાર કરવાથી મંદોદરી કોપાયમાન થ. ઈને ત્યાંથી જતી રહી. " એટલામાં હનુમાન પ્રગટ થઇ હાથ જોડી નમસ્કાર કરીને સીતાને કે હેવા લાગ્યો કે, હે દેવી લક્ષ્મણ સહિત રામ કુશલ છે. તમારા શોધ સારૂ રામની આજ્ઞાથી હું અહીં આવ્યો છું. હું ગયા પછી શતરૂને નાશ કરવા સારૂ રામચંદ્ર અહીં આવશે. એવું સાંભળી સીતા આંખમાં આંસુ આણીને તેને પુછવા લાગી કે, તું કોણ છે? આ સમુદ્ર કેમ ઉરઘન કરી આવ્યો ?
લક્ષમણ સહિત મારો પ્રાણનાથ સુખી છે કે તે તેમને ક્યાં જેવા ત્યારે || હનુમાનું કહેવા લાગ્યું કે, મારું નામ હનુમાન છે. પવન અને અજવાના છે
w
-
* *