________________
(૧૪) નુમાન વિપત્તિ સમયે પરમ બાંધવ છે. આ સર્વ વિદ્યાધરોમાં આની બરાબરી કરનારે બીજું કોઈ નથી. તે માટે તે સ્વામિન, સીતાને શોધ કરવા સારૂ આને આજ્ઞા કરે. ત્યારે હનુમાન કહેવા લાગ્યું કે, મારા જેવા હજારો વાનર છે, પણ મારા ઉપર સુગ્રીવનો પ્રેમ હોવાથી એ મારી તારીફ કરી રહ્યા છે. ઘવ, ગવાક્ષ, ગવય, શરબ, ગંધમાદર, નીલ, દ્વિવિદ, જાંબવાન, અંગદ, છે નલ, અને બીજા પણ હજારે શ્રેષ્ઠ વાનર છે. તેઓમાંનો એક સંખ્યા પુરી કરનારો હું તમારા કાર્ય સિદ્ધિને અર્થે કહો તે રાક્ષસીપ સહિત લંકાને છે ઉખેડીને આઇ લાવું? કહો તો ભાઈઓ સહિત રાવણને બાંધી લાવું? અને થવા કુટુંબ સહિત રાવણને ત્યાં જ મારીને જાનકીને આઈ લઈ આવું. એવું સાંભળીને તેને રામ કહેવા લાગ્યું કે, તારા વિશે સર્વ સંભવે છે. તે માટે તે લંકામાં જલદી જઈને સીતાનો શોટ લાવ. મારા હાથમાંની મુદ્રિકા લઈને . એ મારી નીશાની તેને દેજે. અને તેના ચુડામણી મને લાવી આપ. સીતાને મારા તરફથી એમ કહે છે કે, હે દેવી, રામ તારા વિયોગથી પીડીત થઈ રાત દિવશ તે તારુજ ધ્યાન કરતો રહે છે. મારા વિયોગે કરી તું પિતાના પ્રાણ ત્યાગ કરીશ નહીં. લક્ષ્મણે રાવણ મારેલો તું થોડા જ દિવસમાં દેખીશ. એવું સાંભળીને હનુમાન કહેવા લાગ્યો કે, હે પ્રભુ, તમારી આજ્ઞાથી હું લકામાં જઈને થોડા જ કાળમાં ફરી પાછો આવીશ. ત્યાં સુધી તમે આઇજ ૨હે. એમ કહી રામને નમસ્કાર કરીને પિતાનાં પરિવાર સહિત વિમાનમાં બેશીને મેટા વેગથી લંકાપુરી તરફ ચાલ્યો.
' હનુમાન આકાશ માર્ગે જતાં રસ્તામાં માહેંદ્ર પર્વત ઉપર પિતાના મા તામહ (માતાને બાપ) જે મહેંદ્ર રાજા, તેનું નગર જોઈને વિચાર કરવા લા
ગ્યો કે જેણે નિરપરાધી મારી માતાને નગરમાંથી બાહેર કહાડી મુકી હતી, તેનું આ નગર છે, એવું સ્મરણ કરીને મહા ધાયમાન થયે થકો તેણે રણવાદ્યનો નાદ કરે. મહેંદ્ર રાજા શતરનું સિન્ય જોઈને પુત્ર અને સેન્ય સહિત યુદ્ધ કરવા સારૂ બાહર નીકળ્યો. પછી મહેન્દ્ર અને હનુમાન વચે પરસ્પર લડાઈ થવા લાગી. ત્યારે વાયુ જેમ ઝાડોનો નાશ કરે, તેવી રીતે હનુમાને પિતાના શતરૂના સેન્યનો ક્ષણ માત્રમાં નાશ કરશે. મહેદ્રનો પુત્ર પ્રસન્નકીર્તિ, તે આ હનુમાન પિતાની બેનનો પુત્ર છે, એમ ન જાણીને તેની સાથે યુદ્ધ કરવા લાગે. બેઉ મહા પરાક્રમી છતાં અત્યંત ધાયમાન થઈને મોટો યુદ્ધ કરતાં હનુમાન મનમાં વિચાર કરવા લાગે કે, હું યુદ્ધમાં રોકાઈ ગયાથી
|
* -
-
-