________________
(૧૩૫) કાર્ય કરવા વિષે અધિક મહેનત લે છે.”
પછી સુગ્રીવને વિરાધે સીતાના હરણની સર્વ વાત કહી સંભળાવી. ત્યા ! રે સુગ્રીવ હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યું કે, તમે તે આખા જગતનું - . ક્ષણ કરનારા છો. જેમ અંધકારને નાશ કરવાને 'સુર્યને કેઈની પણ મદત જોઈતી નથી, તેમ શતરૂઓ મારવાને તમે કોઈની મદત લેવા યોગ્ય નથી. . તથાપિ હે દેવ તમારી કપાથી મારા શતરૂનો નાશ થએથી હું મારા મેન્ય સહિત તમારી સીતાને ગમે તેમ શોધ કરી પો લાવીશ. એવું સુગ્રવનું છે ! લવું સાંભળીને સુગ્રીવને સાથે લઈને રામ કિષ્કિધા નગરી પ્રત્યે આવ્યા. તે પણ મની પાછળ વિરાધ આવવા નીકળ્યો તેને રામે પાછો ફેરવ્યો. પછી રામ ની મદતથી સાચા સુગ્રીવે ખાટા સુગ્રીવને લડાઈ કરવાને બોલાવ્યો. તેજ તે ગર્જના કરી બહાર આવ્યો. કહ્યું છે કે “જેમ ભોજન કરવા સારૂ છેલાવ્યાથી બ્રાહ્મણ આળસ કરે નહીં તેમ સુર પુરૂષો યુદ્ધ કરવામાં આળશી હોતા નથી.” પછી બેઉ મનમત હાથીની પઠે યુદ્ધ કરવા લાગ્યા. રામે તે બેઉનાં સરખાં રૂપ જોઈને સાચા સુગ્રીવને ઓળખ્યો નહીં. તેમજ પેટે ૫ ણ જણાય નહી. એવા સંશયથી લગાર ઉદાસીન થઈ રહ્યા એટલામાં યુકિત યાદ આવ્યાથી પોતાની પાસેના વજાવર્ત ધનુષ્યને મોટેથી એક ટહુકાર કરો. તેના પગે રૂપાંતર કરનારી સહ શગતીની વિદ્યા હરણીની પઠે નાશી ગઇ. ત્યારે તેનું કપટ દેખાઇ રહ્યું. ત્યારે તેને રામ કહેવા લાગ્યું કે, માયા વડે સર્વને મોહિત કરીને પરસ્ત્રીની સાથે સુખ ભોગ ભોગવવાની ઇચ્છા કરે છે, માટે તેને ધિકાર છે. હે પાપી હવે મારી સામે ધનુષ્ય સજજ કર. એવું સાંભળીને તે ગભરો બની ગયો. એટલામાં રામે એક બાણથી તેના પ્રાણ લીધા. જેમ હરણને મારવાને સિંહના હાથને બીજીવાર મેહેનત પડતી નથી. તેમજ રામને બીજા બાણની ગરજ રહી નહી. પછી વિરાધની પેઠે સુગ્રીવને કિષ્કિધાના રાજ ઉપર રામે બેસાડ્યો. ત્યારથી ત્યાંની સર્વ પ્રજા સુગ્રીવને રાજા માનવા લાગી. સુગ્રીવ પ્રસન્ન થઈને પોતાની તેર કન્યા રામ ને દેવાની પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે તેને રામે કહ્યું કે, હે સુગ્રીવ, એકન્યાઓ અને બીજી હરેક વસ્તુ લઈને મારે શું કરવું છે. મારી સીતાને શે ધ કયાથી જ તારે પ્રત્યુપકાર માની લઇશ. એમ કહી રામ ગામથી બહાર આવાને રહે. સુગ્રીવ પિતાની નગરીમાં ગયો. - લંકા નગરીમાં ખરાદિક મરી ગયાનું સાંભળીને મંદિરી આદિક સી