________________
(૧૩૪) - લાની પ રાજ મુકીને પરંપદને પામ્યા. તેને ધન્ય છે. આ માર ચંદ્ર૨મી નામને પુત્ર આખા જગતથી બળવાન છે પણ ઓળખ્યા વિના તે મા રૂ રક્ષણ કેમ કરી શકે? પણ એટલું માત્ર સારૂ કર્યું કે, તે પાપીને જના નખાનામાં જવા દીધો નહી. આ મહા બળવાનને મારવાને હું કયા ખળવાનની શરણે જાઉ ત્રણ ખંડ પૃથ્વીમાં બળવાન, તથા શુરવીર, મરૂત રાજાના યજ્ઞને તોડનારે એક રાવણ દીઠામાં આવે છે. ત્યારે હવે એની શર ણે જાઉ તો મારૂ કામ થાય! પણ સ્વભાવે કરી એ પણ સી લંપટ છે, તે મજ ત્રણે લોકને દંડ કરનારે છે, દેવના યોગે એને પણ બુરી બુદ્ધિ આવ્યાથી બેઉને મારીને પોતે જ તારાને લઈ ગયે તે પછી હું શું કરું? એવા નાના તરેહના તર્કો કરવા લાગે એટલામાં યાદ આવ્યું કે, સહાય કરવા લા યક એક ખર વિદ્યાધર હતો તેને રામે મારી નાંખ્યો. તે વખતે આવેલા વિદ્યાધરોને જેણે પાતાલ લંકાનુ રાજ આપ્યું એવા રામ અને લક્ષ્મણ આશ્રય લેવા યોગ્ય છે. એમની સાથે દોસ્તી કરૂ તો મારું કામ થાય. તે મહા પરાક્રમી છે. હમણાં વિરાધના આગ્રહ કરીને પાતાલ લંકામાં રહેલા છે. એ વો વિચાર કરીને સુગ્રીવે, એકાંતમાં પિતાના એક દુતને સમજાવીને પાતાલ લંકામાં વિરોધ પાસે મોકલ્યો.
તે દુત ત્યાંથી ચાલ્યો પાતાલ લંકામાં જઈ વિરાધને નમસ્કાર કરીને પિતાના સ્વામીના દુઃખની સર્વ વાત કહી સંભળાવવા લાગ્યો. હમણાં સુગ્રીવ મહા દુ:ખમાં પડેલો છે. તમારા વડે તે રામની શરણ લેવાની ઈચ્છા કરે છે એવું સાંભળીને વિરોધ કહેવા લાગ્યો કે, ત્યારે ઢીલ શાની છે સુગ્રીવને આ હીં જલદી મેકલ. “કહ્યું છે કે મોટા પુન્યથી ઉતમ પુરૂષોનો સમાગમ થાય છે? ત્યારે તે દુત ત્યાંથી ઉઠીને સુગ્રીવ પાસે ગયો, ને વિરાધે કહેલી વાત કહી સંભળાવી ત્યારે સુગ્રીવ ઘેડાના શબ્દો સહિત અતિ ઉતાવળો પાતાલ લંકા માં આવ્યો. થોડા જ વખતમાં વિરાધની નગરીમાં આવીને રામને મળ્યો. તેને જાઈને વિરાધ અતિ રાજી થયા. પછી વિરાધની સાથે રામચંદ્રની પએ આવી તેને નમસ્કાર કરીને પોતાના દુઃખની વાત સર્વ કહી સંભળાવીને કહેવા લાગે આવા મહા દુઃખના વખતે મને તમારો આશ્રય છે. છીંક આ વતી મુઝાયાથી સુર્યની શરણ છે, તેમ આ સમયે હું તમારી શરણે છું. એ વું તેનું બેલવું સાંભળી રામ પોતે દુઃખમ છતાં તેનું દુઃખ મટાડવાનું કબુલ કહ્યું કહ્યું છે કે, “મોટા પુરૂષો છે તે પોતાના કાર્ય કરતાં બીજાના
(