________________
અથ પાચમો ખંડ પ્રારંભ
-
- -
-
-
-
એવી રીતે રામચંદ્રજી રસ્તે જતાં જાનકીને અતિ થાક લાગવાથી તેને વિસામો ખવરાવવા સારૂ એક વડના ઝાડ નીચે બેઠા. આમ તેમ સર્વ દિશા તરફ જોઈને રામચંદ્ર લક્ષ્મણને કહે છે. આ બધો દેશ ઉજડ જણાય છે. તે કોઈના ભય શિવાય થાય નહીં. ત્યારે અહીં કોનો ભય હશે ? ચારે તરફ ઉદ્યાનોમાં પાણી ભર્યું છે. ધાન્યના ખળામાં જેમનું તેમ ધાન્ય ભરેલુ દીઠામાં આવે છે. એ ઉપરથી એ દેશ હમણાં જ શુન્ય થયો જણાય છે. એ ટલામાં કોઈએક વાટમારગને જતો જોઈને તેને પુછયું કે આ દેશ શુન્ય થવાનું કારણ શું છે? ત્યારે તે માણસ રામચંદ્રને કહેવા લાગ્યો.
અવંતિ નામના દેશમાંની અવંતિ નામની નગરીને સ્વામી સિંહની પડે શતરૂઓને દુઃસહ સિહોદર નામનો રાજા છે. તેનો એક દશાંગ પુરને સ્વામી વજકર્ણ નામને સુભટ એક સમયે વનમાં ગયો. ત્યાં એક કાયોત્સર્ગ ધારણ કરનારા પ્રતિવર્ધન નામના મહામુનિને જોઈને તેને તે કહેવા લાગ્યો કે, હે મુનિ આ વનમાં તું ઝાડની પઠે શા સારૂ ઉભે છે ! ત્યારે મુનિએ કહ્યું કે હું મારા આત્માના કલ્યાણને અર્થે અહીં ઉભે છું. ત્યારે ફરી તે ણે પુછ્યું કે, જેમાં ખાવા પીવાનું પણ કાંઈ ન મળે એવા આ જંગલમાં તારા આત્માનું શું સારૂ થવાનું છે ત્યારે મુનિએ જાણ્યું કે આ જીવ ધર્મ સાંભળવા યોગ્ય છે. એમ જાણીને તેને આત્મ હિતરૂપ ધર્મ કહે. તે સાં ભળીને તથા તત્કાલ તે શ્રાવકપણાને પામીને “અહંત દેવ, તથા નલિંગી સાધુ શિવાય બીજા કોઈને હું નમસ્કાર કરનાર નથી એવો તે મુનિ પા સે પાકો નિગ્રહ કરીને તથા તેને નમસ્કાર કરીને દશાંગપુરમાં ગયો. ત્યાંહાં શ્રાવકપણુ પાળીને મનમાં વિચાર કરવા લાગ્યો કે, મેં કબુલ કરેલા શિવાય બીજા કોઈને નમવું નહીં, એ નિગ્રહ કરયો ખરો પણ જે આ સિં
દર રાજાને હું નમસ્કાર કરીશ નહીં તો એ મારો વેરી થશે. પછી તેણે એક રતનની વીંટી કરાવીને તેમાં શ્રી મુનિસુવ્રત સ્વામીની પ્રતીમાને રા
*
'
***
*
*