________________
( ૧૦૫)
અતિ આનંદ વડે જૈકેઇને નમસ્કાર કરયા. તેમજ ભરતને યથાયોગ્ય આદર સત્કાર કરયેા. અને ત્યાની સાથે મઘુરવાણી વડે ભાષણ કરીને તથા ત્યાંને ઘણી રીતે સમજાવીને પાછા અપેાધ્યા નગરી તરફ રવાને કરચા. અને પેતે દક્ષિણ દિશા તરફ ચાલ્યા. પછી કેટલાએક દિવશે ભરત અયેાધ્યામાં આવીને પોતાના પિતાની તથા ભાઇની આજ્ઞાથી જેમ તેમ રાજ કરવા લા ગ્યા. અને દશરથ રાતએ પોતાના પરિવાર સહિત સત્યભુતિ મુનિની પાસે દિક્ષા લીધી. પછી ભરત રાજા પોતાના મોટા ભાઇના વનવાશના દુખે કરી પીડાણા થકા અર્હુત પુજામાં તત્પર થઇને ઘણા વખત ધર્મ ધ્યાનમાં કાહા વા લાગ્યા. પણ લક્ષ્મણ તથા સીતા સહિત રામ નાના પ્રકારના મહા વિકટ વન તથા પર્વતોને ઉલ્લંઘન કરીને ચિત્રકુટ નામના પર્વત ઉપર જઇ પહોતા. ત્યાં કેટલાએક દિવસ રહીને કોઇએક સમયે એક અવતી નામની નગરીના સીમાડામાં આવ્યા.
ईत्याचार्य श्री हेमचंद्र विरचिते श्री राम लक्षमण चरात्र राम लक्षमण सीता उत्पती
तथा वनवाश गमनं,
चौथो खंड समाप्त