________________
S
"
-
ન
( ૧૦૨) તને ધેયં મુકવા યોગ્ય નથી મારા ભાઈને વનમાં ગએ ઘણે વખત થયો ને તે દુર ગયો હશે. માટે મને વિલંબ ન કરતાં તેની પાછળ જવું જોયે. તેમાં વિઘન કરવું તેને યોગ્ય નથી. હું રામને આધીન છું એવું ભાષણ કરીને તથા તેને નમસ્કાર કરી ધનુષ્ય બાણ હાથમાં લઈને મોટા વેગથી રામની પાસે ગયો.
વિકસિત મુખકમલ છે જેમના, વનમાં જવાને તત્પર થએલા, કીડા વ નમાં જવાની પઠે તે ત્રણે જણ નગરથી બહાર નિકળ્યા. તે વખતે નગરી ના લોકો જેમ દેહમાંથી પ્રાણ નીકળતી વખતે દુઃખ થાય, તેમ રામ, લક્ષ્મણ તથા જાનકી વનવાસ જવા સારૂ નિકળવાથી સ્ત્રી પુરૂષો દુ:ખ પામવા લાગ્યા આ કોઈ મોટી કૃર છે, આ વિધાતા દુષ્ટ છે. એમ બોલતા થકા સર્વ પ્રજાલક શોક કરતા કરતા મોટા વેગથી રામની પાછળ દોડ્યા. તેમજ નેત્રમાં પાણી આણી પોતાની સ્ત્રીઓ સહિત દશરથ રાજા પણ ત્યોની પાછળ નીકળે. તે વખતે આખી અયોધ્યા નગરી ઉજડ થઈ ગઈ. તે બધા રામની પાસે આવ્યા થી તેમાં પોતાનાં મા બાપ છે, એમ જોઈને રામ ચાલતો ઉભું રહી ગયો. પછી વિનય સહિત વાણીથી ત્યોને સમજાવીને રામે પાછા ફેરવ્યા, નગરીના લોકોની સાથે પણ યથોચિત બોલીને તેમને વિદાય કરયા, તદનંતર શીતા ત થા લક્ષ્મણ સહિત રામ ઉતાવળો વનની તરફ ચાલવા લાગ્યો. જે જે ગામમાં ત્યે જાય, ત્યાંના મોટા મોટા લોકો ત્યોને રહેવા બાબત ઘણું પ્રાર્થના કરવા લા ગ્યા. પરંતુ તે ક્યાં રહ્યા નહીં.
ભરતને પિતાના ભાઈનો વિરહ થયાથી તે રાજ્યને ગ્રહણ ન ક રતાં કેકની નીંદા કરીને પિતાના પિતાની સાથે દિક્ષા લેવાને તયાર થયે, અને લક્ષ્મણ તથા સીતા સહિત રામને પાછો બોલાવી લાવવા સારૂ પોતાના પ્રધાનોને મોકલ્યા. પ્રધાનો ત્યાંથી નીકળી મોટા વેગથી રામની પાસે આવીને ત્યોને પાંછા ફેરવવા સારૂ ત્યાં ઘણુ યુક્તિઓ કરવા લાગ્યા. તથા ઘણી પ્રાર્થના કરી. પણ રામ પાછો ફરો નહી. કહ્યું છે કે, મોટાની પ્રતિજ્ઞા કદી પણ ફરતી નથી.” પછી રામચંદ્ર તેમને પાછા જવાનું ઘણું કહ્યું તથાપિ ત્યાં પાછા ન ફરતાં રામની સાથે ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં જેમાં મોટા વ્યાઘર વિચરી રહ્યા છે. કોઈ માણસનું છે જેમાં પગલુ પણ મળે નહી;
જ્યાં જુવે ત્યાં ઝાડ વિના બીજુ કાંઈ પણ દીઠામાં આવે નહીં. એવી વિઘાટ વીમાં રામ, લક્ષ્મણ તથા સીતા વગેરે સર્વ સાથે આવ્યા. તે વનમાં એક નદી |
-
ર