________________
~~~
~
~
~
~
~
~
~~
~~
~
(૧૦૧). રૂપ થઈ, દુઃખ થકી ભય ન પામનારી. પતિ વ્રતામાં શિરોમણી જે આ સી તા, તે પિતાના શિળ વડે પોતાના પતિના કુલને પાવન કરે છે. માટે એને ધન્ય છે. એવા શેકે કરી ગદગદ વાણી વડે વર્ણન કરનારી નગરની સ્ત્રીઓ વનમાં જવાવાળી સીતાને મોટા સંકટથી જેવા લાગી. - તે વખતે રામ વનમાં જવા વાસ્તે નીકળે. એમ જાણીને મોટા કે ધમાં આવીને લક્ષ્મણ મનમાં વિચાર કરવા લાગ્યું કે, પિતા તો સ્વભાવે કરી સરલ છે, પરંતુ તેની સીઓ સ્વભાવે કરીને કપટી છે, આટલા દિવસ વર પોતાના મનમાં રાખીને હમણાં આ અનુચિત માગી લીધુ. રાજાએ ભરતને રાજ્ય આપ્યું ને તે હેતુથી પિતાનું કરજ ફેડયું. તેના કરજના ભયથી અમે મુકાયા. હવે આ મારો ધ મટાડવા સારૂ નિર્ભય થઈને આ ભરત પાસેથી રાજ હરણ કરીને રામને રાજ ઉપર બેસાડું ? પણ આ રામ મહાસત્યવાન છે. તેણે રાજને તૃણની પેઠે મુકી દીધુ. તેનું પણ તેને દુઃખ થયું નહીં. વળી ભારત પાસેથી રાજ્ય લેવાથી પિતાને પણ દુઃખ થશે ? માટે ભરત રાજા થઓ ! વિગરે ગમે તે થાઓ. હું તો રામની ચાકરી કરવા સા રૂ તેની સાથે જઇશ, એવો વિચાર કરીને લક્ષ્મણ પોતાના પિતાને નમસ્કાર કરીને તથા પુછીને સુમિત્રાને પુછવા સારૂ નિકળ્યો. સુમિત્રા પાસે આવીને તથા તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો. રામ વનમાં જાય છે તેની સાથે હું પણ જાઉં છું. મર્યાદશીન જે રામ તે શિવાય લક્ષ્મણ રહેવાને સમર્થ નથી. એવું તેનું બોલવું સાંભળી સુમિત્રા કિંચીત ધર્મ ધારણ કરીને લક્ષ્મણને કહે છે, હે બાળક, તું મોટા ભાઇની પાછળ જાય છે, તે ઘણું સારૂ છે. તું મારો પુત્ર છું. માટે એ કામથી હું રાજી થાઉ છું. મને નમસ્કાર કરીને આઈથી રા મ ગયાને ઘણે વખત થઈ ગયે, હવે તું વિલંબ નહી કરે. એવું માતાનું બોલવું સાંભળીને લક્ષ્મણ કહેવા લાગ્યો. કે હે માતા, તેં ઘણું સારૂ કહ્યું. તું મારી સાચી માતા છું. એમ કહી. તેને નમસ્કાર કરીને કૌશલ્યાને પગે લાગવા સારૂ ચાલ્યો. તેને નમસ્કાર કરીને કહેવા લાગ્યો છે. માહારો મોટો ભાઈ એકલો વનમાં ગયો. હું પણ તેની પાછળ જવા સારૂ નીકળવાની આગમજ તને પુછવાને આવ્યો છું. એવુ લક્ષ્મણનું બોલવું સાંભળીને તેને કિશલ્યા કહેવા લાગી કે, હું મોટી મદભાગ્ય છું. કેમકે, તું પણ મને મુકી ને વનમાં જાય છે, મને વૈર્ચ દેવા સારૂ તું એકલો તો કંઈ રહે. ત્યારે લમણ તેને કહે છે કે, તું રામની માતા છું. માટે સામાન્ય સ્ત્રીઓની પેઠે
~~
*
*
*
w
..
}