________________
४८
સમ્યક્ત જસ્થાન ચઉપઈ પણ ક્ષણિક જ હોવો જોઈએ. અને જો અજ્યમાં નિત્ય હોય તો આદિમાં પણ નિત્ય હોવો જોઈએ. વસ્તુસ્થિતિ આમ હોવાથી જે પદાર્થ અન્ય ક્ષણે નાશ પામનાર છે તે પદાર્થ આદ્યક્ષણે પણ નાશ જ પામવાના સ્વભાવવાળો જ હોય છે. તેથી પ્રત્યેક સમયોમાં પણ તે નાશ પામવાના સ્વભાવવાળો જ છે. એવો જ અર્થ થાય અર્થાત્ ક્ષણિકમાત્ર જ છે. હવે જો આવા પ્રકારનો નાશસ્વભાવ ન માનીએ તો તે પદાર્થ નિત્યસ્વભાવવાળો થવાથી ક્યારેય નાશ ન પામવો જોઈએ, પરંતુ નાશ તો પામે જ છે માટે નાશ પામવાના સ્વભાવવાળો છે. તેથી પ્રતિસમયે જ નાશ પામે છે તેથી નિયમા ક્ષણિક જ છે.
પ્રશ્ન :- ધારો કે વસ્તુને ક્ષણવિનાશી ન માનીએ અને તાત્કાલસ્થાયી માનીએ એટલે કે એક-બે-પાંચ વર્ષ રહેવાવાળી વસ્તુ છે આમ જો માનીએ અને એક-બે વર્ષ પછી નાશ પામનાર છે આમ જો માનીએ તો શું દોષ આવે? જગતના પદાર્થો આવા દેખાય છે. આજે બનાવેલ ઘટ એક-બે વર્ષ રહીને ફૂટે છે. આજે જન્મેલો માણસ ૨૫-૫૦-૮૦ કે ૧૦૦ વર્ષ જીવીને મૃત્યુ પામતો દેખાય છે. માટે સર્વે પણ વસ્તુઓ માત્ર ક્ષણવિનાશી નથી, પરંતુ તાત્કાલસ્થાયી છે. અમુક કાલ રહેવાવાળી છે, ત્યારબાદ નાશ પામવાવાળી છે. આમ માનીએ તો શું દોષ આવે? જગતના પદાર્થો સર્વે જીવોને આવા જ દેખાય છે. તો શા માટે ક્ષણિક ક્ષણવિનાશી માનવા?
ઉત્તર :- જો સર્વે પણ વસ્તુઓને તાવત્કાલસ્થાયી છે આમ માનીએ તો નવો બનેલો ઘટ ધારો કે બે વર્ષ રહેવાના સ્વભાવવાળો છે. હવે
જ્યારે ધીરે ધીરે બે વર્ષ પસાર થઈ જશે ત્યારે પણ બે વર્ષના અન્ય સમયે પણ તે ઘટમાં આ સ્વભાવ હોવાથી ત્યાંથી બે વર્ષના અન્ય સમયથી) પણ બીજાં બે વર્ષ રહેશે જ, એમ ચાર વર્ષો વ્યતીત થયા બાદ ચોથા વર્ષના અત્યસમયે પણ તાત્કાલસ્થાયી સ્વભાવ તેમાં