SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તનાં બીજા સ્થાનનું વર્ણન ગાથાર્થ - સર્વે પણ પદાર્થોની સર્જનતા (ઉત્પત્તિ) ક્ષણવિનાશી માત્ર જ હોય છે. આદિમાં અને અન્યમાં એક જ સરખો સમાન નિસર્ગસ્વભાવ હોય છે. ક્ષણિકપણાની વાસના વૈરાગ્ય આપે છે. આ પ્રમાણે વડભાગી (મહાભાગ્યશાળી) એવા બૌદ્ધ ભગવાનનું જ્ઞાન કહે છે. ૧૯ टो :- तथा सर्व ज भाव कहितां पदार्थ क्षणनाशी छई, तो आत्मानुं स्युं कहQ ? तिहां ए प्रमाण-"जे आदि अनई अंतइं एक निसर्ग कहतां स्वभाव मानिइं तो क्षणनाशीपणुं ज आवई । अंति नाशस्वभाव मानिइं तो आदिक्षणइं पणि तेह ज स्वभाव मानवो. तिवारइं द्वितीय क्षणइं नाश थयो. । अंति नाशस्वभाव न मानिइं तो कहिई नाश न थाई । तावत्कालस्थायिता स्वभावनी अनुवृत्ति, कल्पान्तस्थायिता होइ । क्षणिक आत्मज्ञाननी वासना ते वैराग्य आपइ, आत्मा ज क्षणिक जाण्यो, तिवारइं गयई-आवइं-भाग्यइं फुटिइं शोक नावई । अनित्यताकृतमतिर्लानमाल्यो न शोचति । नित्यताकृतबुद्धिस्तु भग्नभाण्डोऽपि शोचति ॥ (भावदेवसूरिरचित पार्श्वचरिते सर्ग २, ७११) इति वचनात् । इम भाग्यवंत सुगत कहतां बुद्ध, ते ज्ञान भाखइ छइ ॥१९॥ વિવેચન - બૌદ્ધ ભગવાન સર્વે પણ પદાર્થોને ક્ષણવિનાશી કહે છે. હવે જો સર્વે પણ પદાર્થો ક્ષણવિનાશી જ હોય તો આત્માની વાત કરવી જ શું? એટલે કે જો સર્વે પણ પદાર્થો ક્ષણવિનાશી જ છે તો આત્મા પણ તેમાં જ સમાયેલો છે. અર્થાત્ આત્મા પણ અવશ્ય ક્ષણવિનાશી જ છે. આ વિષયમાં પ્રમાણ જણાવતાં બૌદ્ધ કહે છે કે – કોઈ પણ પદાર્થનો આદિમાં અને અન્યમાં એક જ સ્વભાવ માનવો જોઈએ. એટલે કે અન્યમાં જો ક્ષણિક હોય તો તે પદાર્થ આદિમાં
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy