________________
૨૯
સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન
ચેતના હીનાધિક હોવાથી ચેતના ગુણવાળું આત્મદ્રવ્ય શરીરથી ભિન્ન દ્રવ્ય
9.119211
બાલાવબોધ - પ્રજ્ઞાવિની સ્થિતિ વીર્યોત્પન્ન યુવાન મનુષ્યની पणि सरिखी नथी, कोइक अंतर- तेहमां पणि छइ । तो ते चेतना कायानो परिणाम किम कहिं । एक माता-पिताइं निपाया छइ । तेहमां आत्माराम जूदो छइ, तेणई करी ज प्रज्ञादिकनो भेद संभवइ
૫×૨૫
ભાવાર્થ - એક જ વીર્યથી ઉત્પન્ન થયેલા યુગલ મનુષ્યની અર્થાત્ જોડકે જન્મેલા બે બાળકોની પ્રજ્ઞાદિ=પ્રજ્ઞા-ચતુરાઈ-આયુષ્ય સંસ્કાર વિગેરે ગુણોની સ્થિતિ સમાન હોતી નથી, તે બંને બાળકોમાં કંઈક કંઈક અંતર છે. બુદ્ધિ આદિ ગુણો બંનેમાં હીનાધિક છે, તેથી તે ચેતનાને કાયાનો પરિણામ કેમ કહેવાય ? એક જ રૂધિર અને એક જ વીર્યના અંશથી આ કાયા બનેલી છે. બન્ને બાળકો એક જ માતા-પિતાથી જન્મેલા છે છતાં બુદ્ધિ આદિ ગુણોમાં હીનાધિકતા છે માટે બુદ્ધિ આદિ ગુણો કાયાના નથી, પણ આત્માના છે. બન્ને બાળકોનો આત્મા ભિન્ન ભિન્ન દ્રવ્ય છે, તેથી બુદ્ધિ આદિ ગુણો હીનાધિક છે. માટે શરીર તે આત્મા નથી, આત્મા એ શરીરથી ભિન્ન દ્રવ્ય છે. ।૧૨।
અવતરણ જે પૂર્વઈં કહિઉં છઈ “શરીરથી ભિન્ન હોઈ તો આત્મા અલાધો કરી દેખાડો' તેહનો ઉત્તર કહિઈં છઈં
-
――――――
રૂપી પણિ નવિ દીસઈ વાત, લક્ષણથી લહીએ અવદાત તો કિમ દીસઈ જીવ અરૂપ, તે તો કેવલ જ્ઞાનસરૂપ ॥૧૩॥
ગાથાર્થ રૂપી એવો પણ પવન દેખાતો નથી, તો પણ (અવદાત=) સ્વચ્છ પ્રમાણથી—નિર્દોષ પ્રમાણથી લક્ષણો દ્વારા જાણી