________________
સમ્યક્તનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૨૫ જો સામેની વ્યક્તિના સંદેહને ન જાણો તો “પરભવ નથી પૂર્વભવ નથી, આત્મા નથી વિષયસુખ જ ભોગવો. દેવ-નરકાદિ અવસ્થા નથી” આવો ધર્મોપદેશ લોકોને તમે કેમ આપો છો? એટલે કે ચાર્વાક પણ લોકોને પોતાનો માર્ગ સમજાવવા ઉપદેશ તો આપે જ છે. એટલે જો અનુમાન પ્રમાણ નહીં માનો તો પરના હૃદયના સંદેહને નહીં જાણી શકો અને જો સંદેહને ન જાણો તો તેને આવા પ્રકારનો ઉપદેશ તમે કેમ આપો છો? અને તમે પણ ઉપદેશ તો આપો જ છો. માટે તમે ગર્ભિત રીતે અનુમાનપ્રમાણ સ્વીકાર્યું જ છે. તેથી તમારે અનુમાનપ્રમાણ સ્પષ્ટપણે સ્વીકારવું જ જોઈએ.
હવે કદાચ ચાર્વાકદર્શનનુયાયી આમ કહે કે “ધારો કે અમે અનુમાનપ્રમાણ માની લઈએ અને તેનાથી જ્ઞાન-દર્શન આદિ ગુણોના આધારભૂત કોઈક દ્રવ્ય છે.” આમ પણ માની લઈએ, પણ તે જ્ઞાનાદિ ગુણોના આધારભૂત ગુણી એવું શરીર જ છે. શરીરથી ભિન્ન આત્મા જેવું સ્વતંત્ર કોઈ દ્રવ્ય નથી. આમ માનવામાં શું દોષ? પાંચ ભૂતોના પરસ્પર મિલનથી બનેલા શરીરના જ જ્ઞાનાદિ ગુણો છે. પણ શરીરથી અતિરિક્ત આત્મદ્રવ્ય જેવું કોઈ દ્રવ્ય જ નથી તો તેના જ્ઞાનાદિ ગુણો કેમ હોય ? આમ અમે માનીશું. શરીરમાં જ જ્ઞાનાદિ ગુણો ઉત્પન્ન થતા દેખાય છે. માટે પાંચ ભૂતના સંયોગથી બનેલા શરીરના જ આ ગુણો છે. પરંતુ સ્વતંત્ર આત્મદ્રવ્ય છે અને તેના આ જ્ઞાનાદિ ગુણો છે, આ વાત બરાબર નથી.
આવા પ્રકારની ચાર્વાકની વાત બરાબર નથી. કારણ કે જો ચેતના એ ભૂતોનો ધર્મ હોય તો તે ચક્ષુરાદિ ઇન્દ્રિયોથી પણ ગ્રાહ્ય હોવો જોઈએ. જેમ કઠીનપણું-શીતળપણું આદિ સ્પર્શ-રસ-ગંધ અને વર્ણ ભૂતોના ધર્મ છે. તેથી તે ઇન્દ્રિયગ્રાહ્ય છે, તેમ ચેતનતા એ પણ જો ભૂતધર્મ હોય તો તે ચેતનતા ઇન્દ્રિયગ્રાહ્ય પણ હોવી જોઈએ. તે ચેતન્ય ધર્મ ચક્ષુરાદિ ઇન્દ્રિયથી ગ્રાહ્ય થવો જોઈએ. પણ ઇન્દ્રિયોથી ગ્રાહ્ય થતો નથી. માટે