________________
૩૫૦
સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ
आद्य इह मनाक् पुंसस्तद्ागाद् दर्शनग्रहो भवति । न भवत्यसौ द्वितीये, चिन्तायोगाद् कदाचिदपि ॥ ( ११ - १० )
चारिचरकसञ्जीवन्यचरक चारणविधानतश्चरमे । सर्वत्र हिता वृत्तिर्गाम्भीर्यात् समरसापत्या ॥ ( ११-११ )
ए ३ ज्ञान तरतमभावइ उदक- दुग्ध-अमृतसरखां कहियां छई उक्तं च षोडशके
उदकपयोऽमृतकल्पं पुंसां, सद्ज्ञानमेवमाख्यातम् । विधियत्नवत्तु गुरुभिर्विषयतृडपहारि नियमेन ॥ ( १०-१३) કૃતિ ॥૨૨॥
વિવેચન :- જ્ઞાન ત્રણ પ્રકારનાં હોય છે (૧) શ્રુતજ્ઞાન, (૨) ચિંતાજ્ઞાન અને (૩) ભાવનાજ્ઞાન.
(૧) શાસ્ત્રોના લખાયેલા શબ્દમાત્રનું જે જ્ઞાન એટલે કે વચનજ્ઞાન=શાસ્ત્રોનાં વચનોનું જે જ્ઞાન તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન પોતપોતાના મતનો આગ્રહ પ્રગટાવે છે. પરંતુ આ આગ્રહ અતિશય હઠાગ્રહસ્વરૂપ હોતો નથી. માત્ર જ્યારે જે તત્ત્વ જાણ્યું ત્યારે તે તત્ત્વ જાણવાથી આ વસ્તુ આમ જ છે આવો રાગ થઈ જાય છે અને જ્યાં સુધી બીજું કંઈ જાણવાજોવા ન મળે અથવા જ્ઞાની ગીતાર્થનો યોગ ન થાય ત્યાં સુધી પોતે જે સાંભળ્યું અને જાણ્યું તેનો કંઈક અંશે પક્ષપાત થઈ જાય છે અને તે તે વાતનો આગ્રહ આ જીવને બંધાઈ જાય છે. પરંતુ આ આગ્રહ નિવર્તનીય હોય છે. કોઈ શાની ગીતાર્થનો યોગ થાય અને સાચું તત્ત્વ સમજાવે તો આ આગ્રહ દૂર થઈ શકે તેવો નિવર્તનીય હોય છે. પરંતુ હાલ તો આગ્રહવાળો હોય છે એટલે જ ટબામાં કહ્યું છે કે વચનોને માત્ર પકડી રાખવાં તે શ્રુતજ્ઞાન. પોતપોતાના મતનો આગ્રહવિશેષ અર્થાત્ હઠાગ્રહવાળો બોધ. જ્યારે જ્યારે જે જે નયની વાત સાંભળે ત્યારે ત્યારે તે તે નયની વાત ઉપર જ વધારે રૂચિ