________________
૩૩૪
સમ્યક્ત થસ્થાન ચઉપઈ હાથી રાજદરબારે શોભે છે તેમ સ્યાદ્વાદથી પરોવાયેલા આ નયો મણિઓના બનેલા હારની જેમ શોભા પામે છે માટે મણિઓ જો છુટાં છુટાં હોય તો ખોવાઈ જાય અને હાર જેટલી કિંમત પામે નહીં તેમ નયો પણ છુટા છુટા હોય તો યથાર્થ મૂલ્યવાળા બનતા નથી એકાન્ત આગ્રહી થઈને વસ્તુના સ્વરૂપના ભંજક બને છે માટે સ્યાદ્વાદી બનવું સારું છે. એકાન્તવાદનો આગ્રહ ત્યજી દેવો. ૧૧૮
અવતરણ :- આ નયદેષ્ટિ એ એક અંશગ્રાહી એકાન્તદૃષ્ટિ છે, નિરંકુશ દૃષ્ટિ છે. આવી નિરંકુશ એકાન્તદષ્ટિ (નયષ્ટિ) તે તે વેદાન્ત આદિ દર્શનોના મતોમાં પ્રવેશેલી છે અને તેથી અનેક પ્રકારના ચાળા કરે છે, નખરા કરે છે. તેથી હવે કઈ કઈ નદૃષ્ટિથી કયું કર્યું દર્શન બનેલું છે તે જણાવે છે – નૈચારિક-વૈશેષિક વિચર્યા, નૈગમનાય અનુસાર જી ! વેદાન્ત સંગ્રહનચરંગી, કપિલશિષ્ય વ્યવહારિ જી II હજુસૂત્રાદિક નથી, સૌગત, મીમાંસક નયભેલઈજી ! પૂર્ણ વસ્તુ જેનપ્રમાણે, ષટ દરશન એક મેસેજી II૧૧લા
ગાથાર્થ :- નયાયિક અને વૈશેષિક નૈગમનયને અનુસાર વિચરે છે. વેદાન્તદર્શન સંગ્રહાયથી રંગાયેલો છે (સંગ્રહનયને અનુસાર ચાલનારો છે) કપિલઋષિનો શિષ્ય (સાંખ્યદર્શન) વ્યવહાર નયને અનુસરનારો છે. સૌગત દર્શનવાળા (બૌદ્ધદર્શનવાળા) ઋજુસૂત્રાદિ ચારે નયથી ચાર ભેદવાળો (સૌત્રાંતિક, વૈભાષિક, યોગાચાર અને માધ્યમિક) થયા. મીમાંસક (અને વૈયાકરણિક આદિ) ભિન્ન ભિન્ન જ્યોના મિશ્રણથી થયા છે વસ્તુના પૂર્ણ સ્વરૂપને કહેનારું એક જૈન દર્શન જ છે કે જે દર્શન છએ દર્શનોને યથાસ્થાને જોડે છે. /૧૧ell
રબો :- નૈયાયિક-વૈશેષિક [ ૨ રન નૈમનયર અનુસાર विचर्या, ते पृथग् नित्यानित्यादि द्रव्य मानइ, “पृथिवी परमाणुरूपा