________________
છ સ્થાનોનો ઉપસંહાર
૩૨૭. तिम मिथ्यात्वी वस्तु यावद् धर्ममाण छइ, तावद् धर्ममाण जाणइ नहीं । अधूरो एक अंश भेदादिक जाणइ । जेहनां २ लोचन विकस्वर छइ = अनुपहत छइ, ते कर-चरण-दंताद्यवयवई संस्थानरूपादिकई विशिष्ट पूर्ण हाथी देखइ । तिमसम्यग्दृष्टि सकलनयसम्मित वस्तु छइ, ते विशेषइ, नयवादमांहि उदासी हुइ रहइ, न निंदइ, न स्तवइ, कारण विना नयभाषाई न बोलइ । “ओहारिणिं अणियकारणिं च भासं न भासिज्जा सया स पूज्जो (दसवैकालिक अ ९, उ ३, गाथा ९) इति वचनात् ॥११७॥
વિવેચન :- જેમ કોઈક આંધળા માણસો હાથીના એક એક અવયવને પકડે છે અને બીજા અવયવ પોતાને આંખ ન હોવાથી દેખાતા નથી. તેથી જે અવયવથી હાથી પકડ્યો છે તે જ અવયવને બરાબર જાણીને આવી આવી કલ્પના કરે છે કોઈક એક અંધ પુરુષ કહે છે કે હાથી મૂલકપ્રમાણ છે. એટલે કે હાથી મૂળા તુલ્ય છે જેના હાથમાં સૂંઢ આવી છે તે કહે છે કે હાથી લાકડી પ્રમાણ છે એટલે કે દંડપ્રમાણ છે. જેના હાથમાં કાન આવ્યા છે. તે કહે છે કે હાથી સુપડા જેવો છે જેના હાથમાં પગ આવ્યા છે તે કહે છે કે હાથી કોઠી જેવો છે. આમ આંધળા પુરુષો આખા હાથીને દેખતા ન હોવાથી પોતાના હાથમાં જે ભાગ આવ્યો છે તેના અનુસાર આખા હાથીની કલ્પના કરે છે. વાસ્તવિકપણે તે અંશને આશ્રયી હાથી તેવો છે પણ ખરો, પરંતુ આખો હાથી તેવો નથી અને અંધદષ્ટિ હોવાથી આ જીવોને બીજા અંશો ન દેખાતા હોવાથી આખા હાથીને તેવો તેવો માની લે છે. તેની જેમ મિથ્યાદેષ્ટિ જીવો વસ્તુના જે ધર્મ તરફ પોતાની દૃષ્ટિ વળી હોય તે ધર્મને જ સ્વીકારી લે છે અને બીજા ધર્મોનો અપલાપ કરે છે. માટે મિથ્યાદૃષ્ટિ છે. આ મિથ્યાષ્ટિ જીવ વસ્તુ જેટલા ધર્મવાળી હોય છે તેટલા (અનંત) ધર્મવાળી માને નહીં. પણ વસ્તુના એક અંશમાત્રને જ જાણે અને બીજા અંશો ન જાણવાથી તેનો અપલાપ કરે છે. આ જ કારણે તે મિથ્યાષ્ટિ છે.