________________
સમ્યક્ત્વનાં પ્રથમ સ્થાનનું વર્ણન
૧૭
શરીરમાંથી નીકળી શરીરમાંથી બહાર જતો તથા આવતો દેખાતો નથી. તે કારણે શરીરથી ભિન્ન એવો જીવ નામનો કોઈ પદાર્થ નથી. ।।૬।।
અવતરણ જો જીવ નથી તો શરીરમાં ચેતનાગુણ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? તે વાત ચાર્વાકના મત પ્રમાણે પૂર્વપક્ષરૂપે ચાર્વાક સમજાવે છે ઃ
-
જિમ જલથી પંપોટા થાય, ઉફણતાં તેહમાંહિ સમાય । થૂભાદિક જિમ ક્ષિતિપરિણામ,
તિમ ચેતન તનુગુણવિશ્રામ llll
''
ગાથાર્થ જેમ પાણીમાંથી પરપોટા થાય છે અને ઉત્પન્ન થઈને તે પાણીમાં જ સમાઈ જાય છે તથા સ્તંભ વિગેરે જેમ પૃથ્વીનો જ પરિણામ છે. તેમ “ચેતના” એ શરીરના જ ગુણનો વિશ્રામ છે. Ilell બાલાવબોધ जिम पाणीथी पंपोटा थाइ छई, अनइ ते पंपोटा ऊफणीनई वली ते पाणीमांहि ज समाई छइ, तथा थूभप्रमुख जिम “क्षिति" कहतां पृथ्वी, तेहनो परिणाम छड़ पृथ्वीमांहिथी उपजीनइ पृथ्वीमांहि ज लीन थाइ छई, तिम चेतना, "तनु कहतां शरीर, तेहना गुणनो विश्राम छई- शरीरथी ऊपजीनई शरीरमांहि ज लय पाम छई, ए उत्पत्तिपक्ष १, बीजो अभिव्यक्तिपक्ष छइ, मत कायाकार - परिणामइं" चेतनानी अभिव्यक्ति होई छइ २ ॥७॥ ભાવાર્થ - કારણમાંથી થતાં કાર્યોને માનવામાં બે પક્ષ છે. (૧) ઉત્પત્તિ પક્ષ અને (૨) અભિવ્યક્તિ પક્ષ.
B
-
(૧) કેટલાક ઉત્પત્તિ પક્ષવાળા છે. તેઓ એમ માને છે કે કારણમાં કાર્ય નથી અને સામગ્રી મળતાં તે કાર્ય ઉત્પન્ન થાય છે અને લોકોને દેખાય છે. જેમ માટીમાં પૂર્વકાલે-માટીકાલે ઘટ ન હતો. પરંતુ દંડાદિ સામગ્રી