________________
૧ ૬
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ માખણથી ધૃત, તિલથી તેલ,
અગનિ અરણિથી, તરુથી વેલ | જિમ પડિયાર થકી તરવારિ,
અલગો તો દાખ્યો ઇહિ વારિ IIકા ગાથાર્થ - જો જીવ શરીરથી ભિન્ન દ્રવ્ય હોય તો જેમ (૧) માખણમાંથી ઘી, (૨) તલમાંથી તેલ, (૩) અરણિના કાસ્ટમાંથી અગ્નિ, (૪) વૃક્ષમાંથી વેલ અને (૫) સ્થાનમાંથી તલવાર ભિન્ન કરીને બતાવાય છે, તેની જેમ જીવ પણ શરીરથી ભિન્ન કરીને બતાવવો જોઈએ. પણ જુદો બતાવી શકાતો નથી માટે જીવ જુદું દ્રવ્ય નથી. /
બાલાવબોધ - નો ગીવ શરીરથી પિન્ન છે તો મારાથી जिम घी १, तिलथी तल २, अरणिथी अग्नि ३, वृक्षथी वेलि ४ तथा पडियारथी तरुआरि ५, अलगो करी देखाडिइ, तिम शरीरथी भिन्न करी देखाड्यो जोइ । शरीरथी भिन्न करी कोइ देखाडतो नथी - તે મદિરું નવ શરીરથી મિન્ન નથી દા - ભાવાર્થ - નાસ્તિકવાદી ચાર્વાકદર્શનકાર કહે છે કે “જો જીવ નામનું દ્રવ્ય શરીરથી ભિન્ન હોય તો જેમ (૧) માખણમાંથી ઘી અલગ કરીને બતાવાય છે, (૨)તલના દાણામાં રહેલું તેલ ભિન્ન કરીને બતાવાય છે, (૩) અરણિના કાષ્ટમાં રહેલો અગ્નિ તેને ઘસીને ઉત્પન્ન થયેલો જણાવાય છે, (૪) વૃક્ષમાંથી જ ઉત્પન્ન થયેલી વેલડી વૃક્ષથી અલગ પણે દેખાડાય છે, (પ) અને મ્યાનમાં રહેલી તલવાર મ્યાનથી અલગ કરી દેખાડાય છે, તેમ જો આત્મદ્રવ્ય આ જગતમાં હોત તો શરીરમાંથી બહાર નીકળ્યો છતો ક્યાંક પણ દેખાવો જોઈએ.” અથવા દેખાડવો જોઈએ હજારો માણસો પ્રતિવર્ષે મૃત્યુ પામે છે, પરંતુ કોઈનો પણ આત્મા