________________
૩૧૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ જે જીવો મોક્ષે ગયા છે તે સઘળા પણ જીવો રત્નત્રયીની સાધના કરવા દ્વારા જ ગયા છે. એટલે મોક્ષ એ રત્નત્રયીની સાધનાનું કાર્ય (ફળ) છે. આ બાબતમાં જરા પણ સંશય નથી. સંપૂર્ણપણે સત્ય છે.
યત્ર યત્ર રત્નત્રયીનાથન, તત્ર તત્ર મુવિન્તસિદ્ધિઃ આ અન્વયव्याप्ति मने यत्र यत्र रत्नत्रयीसाधनाभावः, तत्र तत्र मुक्तिसिद्धिअभावः આ વ્યતિરેકવ્યાપ્તિ છે. આ વ્યાપ્તિમાં અન્વયવ્યાપ્તિમાં વ્યભિચાર દોષ આવે છે. કારણ કે જ્યાં જ્યાં રત્નત્રયીની સાધના હોય છે ત્યાં ત્યાં સર્વત્ર મુક્તિની સિદ્ધિ થતી નથી. જેમકે જ્યાં કર્મો ભારે હોય ત્યાં રત્નત્રયીની સાધના હોવા છતાં પણ મુક્તિની સિદ્ધિ ન થાય એવું પણ બને છે. તથા (૧) ભારે કર્યો હોય ત્યાં (૨) કાળ પાક્યો ન હોય ત્યાં, (૩) અભવ્યતા આદિ અયોગ્યતા હોય ત્યાં રત્નત્રયીની સાધના સ્વરૂપ કારણ હોવા છતાં પણ મુક્તિની સિદ્ધિરૂપ કાર્ય થતું નથી. માટે મુક્તિ સિદ્ધિમાં જો રત્નત્રયીની સાધનાને કારણ માનવામાં આવે તો અન્વયવ્યભિચાર નામનો દોષ આવે છે તેથી રત્નત્રયીની સાધના નામનું જે કારણ છે તેની આગળ “કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ” આવું એક વિશેષણ ઉમેરવું તેથી આવા વિશેષણવાળી રત્નત્રયીની સાધના આમ એક વિશેષણ ઉમેરવું જોઈએ. તો આ અન્વય વ્યભિચાર દોષ આવતો નથી.
કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ એવી રત્નત્રયીની સાધના તે મોક્ષનું કારણ છે. (મુક્તિપ્રાપ્ત કરવામાં કર્મનું અતિશય ભારેપણું એટલે કે કર્મોની વિગુણતા, એ પ્રતિબંધક છે) જ્યાં સુધી ભારે કર્મો હોય ત્યાં સુધી આ જીવની મુક્તિ થતી નથી. માટે “ભારે કર્મપણું” અર્થાત્ કર્મની વૈગુણ્યતા એ મુક્તિ પ્રત્યે પ્રતિબંધક તત્ત્વ હોવાથી તેનો અભાવ એટલે કે કર્મની વૈગુણ્યતાના અભાવથી વિશિષ્ટ એવી રત્નત્રયીની સાધનાની પ્રાપ્તિ જો થાય તો આ જીવનો અવશ્ય મોક્ષ થાય. આ વાત સંપૂર્ણપણે સત્ય છે.