________________
૩૪૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ પરંતુ તે ઘટાદિક કાર્યવિશેષ તેના ઉપાદાનકારણભૂત વૃત્તિકાવિશેષથી થાય છે. જેવી માટી હોય તેવો ઘટ થાય છે જો માટી ચિકણી હોય તો ઘટ ચિકણો થાય છે. જો માટી કોમળ હોય તો ઘટ કોમળ થાય છે માટી એ ઉપાદાનકારણ છે અને ઘટ એ તેનું કાર્ય છે. તેથી ઉપાદાનકારણને અનુસારે ઘટાદિકાર્ય પ્રગટ થાય છે પણ માટીમાંથી ઘટ બનાવતાં સર્વે પણ ઘટમાં દંડાદિક નિમિત્ત સામગ્રીનો સહકાર તો લેવો જ પડે છે. દંડાદિક નિમિત્તસામગ્રી વિના કોઈપણ જાતની માટીમાંથી ઘટ બનતો નથી.
તેની જેમ રત્નત્રયીની સાધના એ નિમિત્તકારણ છે. તેના વિના ક્યારેય કોઈ જીવનો મોક્ષ થતો નથી પરંતુ જેમ માટી ચિકણી કર્કશકોમલ હોય તો ઘટ તેને અનુરૂપ બને છે તેમ ઉપાદાનકારણભૂત આત્મામાં રહેલી યોગ્યતા પ્રમાણે કોઈ જીવ તીર્થકર થઈને મોક્ષે જાય છે અને કોઈ જીવ અતીર્થક (સામાન્ય કેવલી) થઈને મોક્ષે જાય છે. આમ જે ફળભેદ દેખાય છે તે ઉપાદાનના ભેદથી = જીવની તેવા તેવા પ્રકારની યોગ્યતાના ભેદથી જણાય છે. | ભાવાર્થ એવો છે કે ઉપાદાનકારણમાં યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. તેથી કાર્યનો ભેદ જણાય છે. ઉપાદાનકારણભૂત માટી ભિન્ન ભિન હોય તેના કારણે ઘટાત્મક કાર્ય ભિન્ન ભિન્ન થાય છે. પરંતુ દરેક કાર્યોને નિમિત્તકારણ તો લેવું જ પડે છે. નિમિત્ત કારણની મદદ વિના કાર્ય થતું નથી.
જેમકે ઘટાત્મક કાર્યમાં જે વિશેષતાઓ જણાય છે કોઈ ઘટ વજનમાં હલકો, કોઈ ઘટ વજમાં ભારે, કોઈ ઘટ પાણીને ઠારે તેવો, અને કોઈ ઘટ પાણીને ન ઠારે તેવો, આ સઘળા પણ ભેદ તેના ઉપાદાનકારણભૂત માટીના ભેદને લીધે થાય છે. પરંતુ તે બધી જ