________________
સમ્યક્ત્વનાં છટ્ઠા સ્થાનનું વર્ણન
૩૦૩
ગાથાર્થ :- ઘણાં ઈંધણ હોય તો ઘણા કાળે બળે, અને થોડાં ઈંધણ હોય તો થોડા કાળે બળે. આમ હોવા છતાં પણ અગ્નિની દાહકશક્તિ અખંડિત છે. તેમ કર્મરૂપી ઈંધણને બાળવામાં પણ મુક્તિનાં કારણોનો સંગ છે આમ જાણવું. /૧૧૨
ટબો :- ઘળાં રૂંધળ દોડ્, તે હળફ ાનિ વત્ત, થોડું इंधण होइ, ते थोडइ कालइ जलइ, पणि अग्निनी शक्ति अभंग ज छइ, तिम शिवकारण ज्ञानादिकनो संग जाणो. क्रमई बहुकालक्षपणीयनई साधन बहुकालइ खपावइ । स्तोककाल क्षपणीयनइ स्तोककालइ, तथास्वभाव ते तथाभव्यतानियत छइ । भोगवइ ज कर्म खपड़ तो कहिइं को मोक्ष न जाइ । चरमशरीरनइ पणि सास्वादनादि - अपूर्वकरणांतनइ अंतः कोटाकोटिबन्ध छई प्रतिसमय ७-८ नो, माटइं क्रमई यथोचितकर्मसाधनइ जीव मोक्षइ जाइ, इम સહિ ॥૨॥
વિવેચન :- જેમ બાળવા યોગ્ય ઈંધણ ઘણાં હોય તો તેમાં લગાડેલ અગ્નિને તે ઈંધણ બાળતાં ઘણી વાર લાગે અને બાળવા યોગ્ય ઈંધણ જો થોડાં હોય તો તે જ ઈંધનને અગ્નિ અલ્પકાળમાં બાળે છે. તો જે જીવનાં કર્મો ઘણાં હોય તે જીવને તે કર્મો બાળવામાં જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના લાંબો કાળ કરવાની રહે છે. જેમ ઋષભદેવ પ્રભુને દીક્ષા લીધા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરતાં ૧૦૦૦ વર્ષ લાગ્યાં જ્યારે જે જીવનાં કર્મો થોડાં હોય છે તેવા જીવોને આ રત્નત્રયીની સાધના અલ્પકાળ જ કરવાની હોય છે. બાળવા યોગ્ય કાષ્ટ થોડાં હોય તો તે અગ્નિને થોડાં કાષ્ટ બાળતાં થોડો જ સમય લાગે છે. તેમ તેવા અલ્પકર્મવાળા જીવને જ્ઞાનાદિ ગુણોની સાધના શરૂ કરે અને તુરત કેવલજ્ઞાન પ્રગટ થાય છે. જેમ મલ્લિનાથ ભગવાનને દીક્ષા લીધી તે જ દિવસે ઘાતીકર્મોનો નાશ થતાં તે જ દિવસે કેવલજ્ઞાન થયું છે.