________________
૨૯૦
- સમ્યક્ત જસ્થાન ચઉપઈ આમ હોવા છતાં પણ કોઈક જીવોએ (અપવાદે) તેવી ધર્મક્રિયાનું અને નિગ્રંથમુનિપણાનું આલંબન ન લીધું હોય અને અંતરંગપણે તેવા પ્રકારની જ્ઞાનોપયોગની તીવ્રતાથી નિર્લેપતાનો ભાવ આવી ગયો હોય, અને ભરત મહારાજાની જેમ તેમાં સફળ થયા હોય એવું પણ બને. તો પણ તેવાં દૃષ્ટાન્તોનું આલંબન લઈને તે માર્ગે ચાલીને નિર્લેપ થવાનો પ્રયત્ન કરાય નહીં. કારણ કે તે અપવાદમાર્ગ છે. તેમાં કોઈક જ સફળ થાય. ઘણા નિષ્ફળ જાય.
બાહ્ય આલંબનો હોય તો પણ અંતરંગ મોહ જીતીને નિર્મોહપણાના પરિણામ આવવા ઘણા દુષ્કર છે તેવા જીવોને બાહ્ય આલંબન વિના તેવા પ્રબળ ઉંચાભાવ પ્રાપ્ત થવા શક્ય જ નથી. આ કારણે જ ભરત મહારાજા આદિ વડે સેવાયેલો આરિલાભુવનમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિનો માર્ગ અતિશય વિષમમાર્ગ છે. કાંટા-કાંકરાવાળો માર્ગ છે. મોહરાજાના સૈનિકોરૂપી ચોર-લુંટારાથી ભરેલો માર્ગ છે તે માટે સામાન્ય જીવો તે માર્ગ ઉપર ચાલી શકે નહીં, જ્યારે સામાન્ય રાજમાર્ગ ઉપર ઘણા જીવો ચાલી શકે અને કલ્યાણ પ્રાપ્ત કરી શકે.
ટબામાં કહે છે કે - કોઈ કોઈ એક-બે મહાત્મા પુરુષ કટ નાતા = આડા અવળા માર્ગે ચાલતાં જુદા નદી = ન લુટાયા તો પણ મર્યો તેર = લોકોની અવરજવરથી ભરપૂર ભરેલો રાજમાર્ગ ન
નવું = ન ત્યજીએ. સારાંશ કે ઘણા લોકો જે માર્ગે આવતા-જતા હોય ચાલતા હોય તે માર્ગે જ ચાલવું હિતાવહ છે. આ જ શુદ્ધ વ્યવહાર કહેવાય છે.
ભરત મહારાજા આદિ કોઈ કોઈ મહાત્મા ધર્મક્રિયા કર્યા વિના ભાવનાના બળે આરિણાભૂવનમાં કેવળજ્ઞાન પામી શક્યા છે, પણ તે રાજમાર્ગ નથી, વિષમમાર્ગ છે. કારણ કે બાહ્ય ધર્મક્રિયાના આલંબન વિના મોહરહિત દશાને પ્રાપ્ત કરવી અતિશય દુષ્કર છે. આમ હોવા