________________
૨૮૯
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન જીવો વાસ્તવિકપણે નિર્લેપદશા (મોહનો વિજય) કર્યા વિના જ કેવળ શબ્દોની જ ગોઠવણીમાં અંજાઈ જાય છે અને દુર્લભ એવો આ મનુષ્યનો ભવ હારી જાય છે. મનુષ્યનો ભવ ખોઈ નાખે છે. માટે આત્મધન લુંટાયા વિના જ જો મોક્ષે જવું હોય તો વીતરાગ પરમાત્માએ બતાવેલા નિગ્રંથમુનિપણાની આચરણા આચરવામાં સમતાપણે સતત પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ. કારણ કે આ ધોરીમાર્ગ છે. ઘણા લોકો આ માર્ગે જ સંસાર તર્યા છે. તેથી આવું આચરણ આચરવું એ જ શુદ્ધ વ્યવહાર છે. આ જ શુદ્ધમાર્ગ છે.
નિગ્રંથમુનિની આચરેલી ધર્મક્રિયાઓ પ્રબળ આલંબનભૂત છે. કોઈ મનુષ્યને ઘણો પ્રયત્ન કર્યા વિના બાપદાદાનું દાટેલું ધન કદાચ મળી જાય, અથલા લોટરી લાગી જાય અને ધન મળી જાય, તેનો અર્થ એ નથી કે સર્વે પણ મનુષ્યોએ આ માર્ગે ધનપ્રાપ્તિની રાહ જોવી. આ વાત જેમ સમજાય છે તેમ અહીં પણ નિન્દમુનિપણાની ઉત્તમ આચરણાસ્વરૂપ ધર્મક્રિયા કરવાનો માર્ગ અને જ્ઞાનપ્રાપ્તિનો માર્ગ. આ માર્ગ જ સંસારસાગર તરવામાં ધોરી રાજમાર્ગ છે.
નિર્ચન્થપણાનું આચરણ કરવું તથા સતત તેમાં ઓતપ્રોતતા રાખવી એ જ નિર્લેપ થવામાં પ્રબળતર આલંબનભૂત છે. ઘણા જીવો નિગ્રંથ એવા મુનિપણાની ધર્મક્રિયા કરવા છતાં તેમાં સાવધાન હોવા છતાં પણ મોહની પ્રબળતાના કારણે નિર્લેપતાને પ્રાપ્ત કરી શકતા નથી તો પછી સામાન્ય જીવો તેવી બાહ્યક્રિયાના આલંબન વિના નિર્લેપ થવાના પ્રયત્નો જે કરે છે તે કેમ સફળતાને પામે ?
લાકડાનું પાટીયું લઈને પણ જીવો તરી શકતા નથી તે જીવો પાટીયા વિના કેમ કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે. માટે નિગ્રંથ થવાનો સરળ અને સીધો માર્ગ નિગ્રંથમુનિપણું અને તેમાં આચરણ કરાતી ધર્મક્રિયાઓ જ છે. તથા નિગ્રંથમુનિનું આલંબન જ મોટું કારણ છે.