SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઇ ભૂખ તીવ્ર હોવાથી આ લોક અને પરલોકના સુખોની આશંસા મોટી પડી હોય છે. ભોગસુખોની પ્રાપ્તિ માટે ધર્મપ્રવૃત્તિ કરે છે, પરંતુ આત્મગુણોને વિકસાવવા માટે આ જીવ તેટલો પ્રયત્ન કરતો નથી. જ્યારે અપુનબંધક દશા આ જીવમાં આવે છે ત્યારે (૧) ઈન્દ્રિયો કંઈક અંશે શાન્ત થાય છે. તેથી સદ્ગુરુનો આશ્રય આ જીવ સ્વીકારે છે. (૨) તત્ત્વ સાંભળે છે, તત્ત્વ સમજે છે અને ઈન્દ્રિયોનો વધારે વધારે નિગ્રહ કરવા પ્રયત્ન કરે છે. સાવધાન થઈ જાય છે અને અન્ય ઘણા ગુણો મેળવી શકે છે. આ પ્રમાણે “અપુનર્બંધકતા” નામનો પ્રથમ ગુણ સહજતાથી ઘણો પ્રયત્ન કર્યા વિના કાળ પરિપાક થવાથી આવે છે. પરંતુ તેના પછીના રત્નત્રયીની સાધના કરવા સ્વરૂપ બીજા ગુણો આ ગુણપૂર્વક જ આવે છે અને ઘણા ઘણા પ્રયત્નો કરવાથી આવે છે તથા ત્યાં ઉપસર્ગો પણ ઘણા આવે છે. ગરિષ્ટ (મોટી) સિદ્ધિ કરવામાં ઘણાં અરિષ્ટો (વિઘ્નો) હોય છે. ૧૦૯ી અવતરણ ઃ- કોઈક શિષ્ય આવો પ્રશ્ન કરે છે કે જેમ પ્રથમગુણ અન્યગુણો વિના પ્રગટ થયો. તેમ અન્ય ગુણો પણ પ્રગટ થશે. તેથી અન્ય ગુણોની પ્રાપ્તિ માટે પણ પ્રયત્ન શા માટે કરવો જોઈએ ? આવો પ્રશ્ન કોઈ કરે તો તેને જવાબ આપતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભરતાદિકનિં છીંડીપંથ, રાપંથ કિરિયા નિગ્રંથ 1 ઉવટિ જાતાં કોઈ ઉગર્યો, - તો પણિ સેર ન ત્યજિઈ ભર્યો ||૧૧૦|| ગાથાર્થ :- ભરત મહારાજા આદિ દ્વારા સેવાયેલો જે માર્ગ છે તે છીંડીપંથ છે (અપવાદમાર્ગ છે, આડા-અવળો રસ્તો છે) અને નિય
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy