________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૭૫ વિવેચન :- આ સંસારી જીવમાં જે સૌથી પ્રથમ ગુણ પ્રગટ થયા તે તેની પૂર્વના ગુણ વિના જ પ્રગટ થયા છે. તો પણ તેમાં પાકી ગયેલી ભવસ્થિતિની દયા છે. એટલે કે ભવની પરંપરામાં રખડવાની જે આ જીવની પરિસ્થિતિ હતી તે હવે પાકી ગઈ હતી એટલે પૂર્વકાલમાં ગુણો ભલે ન હતા તો પણ કાલનો પરિપાક એ જ મોટું કારણ હતું.
કારણ વિના કાર્ય થતું નથી. તેથી ભવની પરિસ્થિતિનો પરિપાક એ જ મોટું કારણ હતું. તેથી જ આ જીવમાં ગુણો પ્રગટે છે અને ગુણ પ્રગટવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે. આ રીતે અનાદિકાલીન મલીન જીવમાં સૌથી પ્રથમ ભવનો પરિપાક થાય છે. ભવમાંથી નીકળવાનો કાળ પાકે છે. આ જ કારણે ગુણો આવે છે અને ગુણો આવવાથી મુક્તિની પ્રાપ્તિ થાય છે.
ગુણો વિના સૌથી પ્રથમ જે ગુણોની પ્રાપ્તિ થાય છે તેમાં પાકેલી ભવોની સ્થિતિ જ દયા કરનાર છે એટલે કે આ જીવની ભવોમાં રખડવાની પરિસ્થિતિ પાકી ગઈ હતી તેણે જ જીવમાં મુક્તિના પ્રાપક એવા ગુણોનો પ્રાદુર્ભાવ કર્યો છે તેથી ભવસ્થિતિના પરિપાકનું તે ફળ (કાય) છે. આ જીવના ભવો પાક્યા હોય તેના કારણે જે ગુણો પ્રગટ થયા હોય તે ગુણો મુક્તિરૂપ ફળ આપ્યા વિના કેમ ચાલ્યા જાય ? અર્થાત્ ન જ જાય. જો ભવસ્થિતિના પરિપાકથી પ્રગટ થયેલા ગુણો મુક્તિ આપ્યા વિના ચાલ્યા જાય તો તે ગુણોને અનન્યથાસિદ્ધ નિયત પૂર્વવર્તીકરણપણે કેમ કહી શકાય ? અર્થાત્ અનન્યથાસિદ્ધકારણ ન કહેવાય. જેના વિના કાર્ય ન જ થાય? જે હોતે છતે જ કાર્ય થાય તેનું નામ અનન્યથાસિદ્ધ.
ભવસ્થિતિ પાકવાથી પ્રગટ થયેલા ગુણો મુક્તિપ્રાપ્તિના પૂર્વવર્તી કારણ પણ છે. વળી નિયત કારણ પણ છે અને વળી અનન્યથાસિદ્ધ રૂપે કારણ છે. ભવની પરિસ્થિતિ પાકવાથી જે ગુણો પ્રગટ થાય છે તે ગુણો