________________
સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૭૩ पापकार्यइ उद्यमनइं आगलिं करइं, कृष्यादिक आरम्भ करतां पार्छ जोतो नथी, धर्मनी वेला गलिओ बलद थई रहइ छइ, सरज्युं हुस्यइं ते थास्यइ, इम स्युं मुखि उच्चरइ छइ ? ॥१०६॥
વિવેચન :- “જે સર્પ હશે તે થશે” એટલે કે જે થવાનું હશે તે જ થશે. અને તે થશે જ. બીજુ કંઈ થવાનું નથી. સારાંશ કે જે થવાનું નિયતપણે નિર્માણ થયેલું છે તે જ થશે તેમાં આપણો કંઈ ફેરફાર ચાલતો નથી. આવું આ નિયતિવાદી મુખે બોલે છે. તો તેને અમે કહીએ છીએ કે જ્યારે પેટમાં તૃપ્તિ થવાની હશે ત્યારે થશે. ભોજન કરવા માટે કેમ દોડો છો? ધન મળવાની જ્યારે નિયતિ હશે ત્યારે ધન જરૂર મળશે જ, ધન કમાવા કેમ દોડાદોડી કરો છો ? શરીર નરમ-ગરમ હોય ત્યારે
જ્યારે મટવાનું હશે=નિરોગી થવાની નિયતિ હશે ત્યારે નિરોગી થશે જ. દવાખાને જવાનું અને દોડાદોડી કરવાનું કામ કેમ કરો છો?
આવા પ્રશ્નોનો આ નિયતિવાદી પાસે કંઈ જ ઉત્તર નથી. પાપનાં કાર્યો કરવાનો પ્રસંગ આવે ત્યારે ઉદ્યમને (પુરુષાર્થને) આગળ કરે એટલે કે ઉદ્યમ કરીએ તો જ સંસારનાં તમામ કાર્યો થાય એમ માને જેમ કે ખેતી કરવાનો પ્રસંગ હોય, વેપાર કરવાનો પ્રસંગ હોય, રસોઈ કરવાનો પ્રસંગ હોય, રાજ્ય કરવાનો પ્રસંગ હોય ત્યાં બધે જ ઉદ્યમને (પુરુષાર્થને) જ આગળ કરે. ખેતી માટે, વેપાર માટે, રસોઈ કરવામાં અને રાજ્ય ચલાવવામાં આપણે ધ્યાન રાખીને ઘણો જ પ્રયત્ન કરવો જોઈએ આમ બોલે અને આમ વર્તે ત્યાં જરા પણ નિયતિને આગળ ન કરે.
પરંતુ ધર્મનાં કાર્યો કરવાનો જ્યારે પ્રસંગ આવે અથવા કોઈ પ્રેરણા કરે ત્યારે નિયતિને આગળ કરીને ગળીયા બળદની જેમ પ્રમાદી થઈને રહે અને “ભાવિમાં થવાનું જેમ સર્યું હશે (સર્જાયેલું હશે) તેમ થશે” અથવા મારો મોક્ષ જ્યારે થવાનો હશે ત્યારે થશે જ. મારે પુરુષાર્થ કરવાની શી જરૂર છે. આવું મુખથી બોલે ! તે કેમ સાચું કહેવાય ?