________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૫૫ दर्पणघरइं ज्ञान पाम्या. जो क्रियाकष्टई ज मोक्ष पामिइं तो तदुत्कर्षइं तदुत्कर्ष होइ, तेह तो नथी, जे माटइ केतलाइक थोडइ कष्टइ सिद्ध थया भरतादिक, केतलाइक गजसुकुमालादिक बहु कष्टइं मोक्ष पाम्या
વિવેચન :- ધર્મક્રિયા કરવા રૂપ ચારિત્રધર્મની કંઈ જ જરૂર નથી. દેખો-મરૂદેવા માતા અનન્ત વનસ્પતિના ભવમાંથી એટલે કે અનંતકાયમાંથી એટલે કે અનાદિકાળથી વનસ્પતિમાં જ હતા. ત્યાંથી નીકળી ક્યાંય ધર્મ કે ધર્મક્રિયા કર્યા વિના તથા ચારિત્ર પાલન કર્યા વિના જ ઋષભદેવપ્રભુના દર્શન માત્રથી જ પ્રગટ થયેલી યોગની સ્થિરતાથી જ તે જ જન્મમાં મુક્તિપદ પામનાર બન્યા. ત્રણ યોગનો નિરોધ કરીને અંતગડ સિદ્ધ થયા.
આ દષ્ટાન્તથી મોક્ષ સ્વરૂપ કાર્ય કરવાના અર્થીએ ધર્મની ક્રિયાઓમાં ઘણો પ્રયત્ન કરવો જોઈએ. આમ કહી શકાય નહીં. પરંતુ જે જીવનો જ્યારે જ્યારે મોક્ષ થવાનો સર્જાયો હશે ત્યારે ત્યારે તે જીવનો અવશ્ય મોક્ષ થશે જ. માટે જ જે કાલે જે થવાનું હોય તે કાલે તેમ જ બને છે.
તથા વળી ભરત ચક્રવર્તી મહારાજા દીક્ષા લીધા વિના જ પોતાની ઉંચી ઉંચી ઉમદા ભાવનાના બળે જ દર્પણગૃહમાં (આરિલાભુવનમાં) જ કેવલજ્ઞાન પામ્યા હતા. દીક્ષા ક્યાં લીધી હતી ? તપ-જપ આદિ વિશિષ્ટ ધર્મ અનુષ્ઠાનો ક્યાં કર્યા હતાં? તેથી જ્યારે જે જીવનો મોક્ષ થવાનો હોય છે ત્યારે ત્યારે તે જીવ તે ધર્મક્રિયા કરનાર કે ધર્મક્રિયા નહિ કરનાર મોક્ષને અનુકૂળ પરિણામમાત્રથી જ મોક્ષ પામે છે, આમ જ માનવું રહ્યું. તેઓએ તપ-જપ ક્યાં કર્યાં હતાં ? ચારિત્રગ્રહણ કે ઉપસર્ગ સહન કરવાનું કામ ક્યાં કર્યું હતું ?