________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૪૯
ઘણો ઘણો ભાવમલ (મોહનો પ્રતાપ) હળવો થવાના કારણે મોક્ષની ઈચ્છા તીવ્ર-તીવ્રતમ અને તીવ્રતમ બનતી જાય છે અને આ જીવ સમ્યક્ત્વગુણની પ્રાપ્તિને અભિમુખ થાય છે.
વિંશતિવિંશિકામાં કહ્યું છે કે
“જ્યારે આ શરીરમાં મહાવ્યાધિનું જોર હોય ત્યારે પથ્ય આહાર માટે પણ બરાબર મન જામતું નથી. તેમ તીવ્ર ભાવમલ (એટલે કે રાગ-દ્વેષ આદિ મોહના વિકારો)નો પ્રભાવ હોય ત્યારે (ચરમ પુદ્ગલ પરાવર્તનકાળ વિનાના કાળમાં) મોક્ષ માટે આ જીવનું મન આટલું ઘેલુ બનતું નથી.
૭
-
પરંતુ આવી ઉંચી દશામાં આવ્યા પછી મુક્તિ તરફનો પ્રેમ અને તે પામવા માટેના પ્રયત્નો બહુ જોરશોરથી આ જીવ કરે છે. આ પ્રમાણે “મુક્તિ છે” આ નામના પાંચમા સ્થાનનું વર્ણન અહીં પૂર્ણ થાય છે.
llel
૦૭
મિથ્યાત્વનું પાંચમુ સ્થાન અનિર્વાણવાદ પૂર્ણ થયું અને સમ્યક્ત્વનું પાંચમું સ્થાન
નિર્વાણવાદ અહીં પ્રગટ થયું.