________________
૨૩૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ खांची आणइ । मोक्षइ तो पूर्वप्रयोगादि ४ कारणइ समयान्तर प्रदेशान्तर अणफरसतो नियतस्थानइं जई उपजइ, तिहां शाश्वतानन्दघन થવસરું રૂા
વિવેચન :- જે વાદીઓ (નૈવાયિક-વૈશેષિક આદિ) આત્માને સર્વવ્યાપી માને છે તેમની દૃષ્ટિએ જીવને એક ભવમાંથી બીજા ભવમાં જવા-આવવાનું રહેતું નથી. ગમનાગમન ઘટતું જ નથી. તે મતમાં સંસાર કે મોક્ષ માનવાની વાત જ રહેતી નથી. કારણ કે ગમનાગમન વગેરે શુભાશુભ ક્રિયાઓથી મોક્ષ-બંધ-સંસાર વગેરે ઘટે છે. પરંતુ જેઓ આત્માને સર્વવ્યાપી માને છે તે મતમાં જીવની ગમનાગમન ક્રિયા ન હોવાથી કર્મબંધ અને મોક્ષ ઘટતો નથી. માટે આ મત પણ બરાબર નથી.
પરંતુ અમે (જેનોએ) તો આત્માને શરીરપ્રમાણ જ માન્યો છે. ત્યાં ગમન-આગમન તથા કર્મબંધ અને કર્મથી મુક્ત થવાપણું વગેરે આ બધી વાતોને સંગત થવાનું સ્થાન છે એટલે કે બધું જ સારી રીતે ઘટી શકે છે.
ગતિ-જાતિ વગેરે નામકર્મની પ્રકૃતિઓ પણ આયુષ્યકર્મની સાથે અવશ્ય બંધાય જ છે. એટલે આયુષ્યથી જેમ આવતો ભવ નક્કી થાય છે તેમ તે ભવ તરફની ગતિ જાતિ-શરીર આદિ અપાવનારું નામકર્મ પણ અવશ્ય બંધાય જ છે. તેને અનુસાર આ જીવની પરભવમાં ગતિ થાય અને આયુષ્યને અનુસારે શરીરાદિ પણ ઉદયમાં આવે જ છે અને તે તે ભવયોગ્ય શરીર-અંગોપાંગ આદિ સંસાર પણ પ્રાપ્ત થાય છે તથા સામાન્યથી આ જીવ ઋજુગતિએ પરભવમાં જાય છે છતાં કદાચ આયુષ્યને અનુસારે વક્રગતિ કરવી પડે તો આનુપૂર્વી નામકર્મ તેને મદદ કરે છે. આ કર્મ જીવને આકાશપ્રદેશોની પંક્તિ પ્રમાણે ગતિ કરાવીને યથાસ્થાને વક્રતા કરાવીને પોતાના ઉત્પત્તિસ્થાન સુધી ખેંચી જાય છે.