________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૩૫
ભલે સાધના દ્વારા જીવો મોક્ષે જાય છે જરૂર, પણ સંસાર ક્યારેય ખાલી થવાનો નથી. અનંતાનંત કાલ સુધી મોક્ષ પણ છે અને સંસાર પણ છે. સંસારમાં જીવોનું હોવાપણું પણ છે. આમ આ સઘળી વસ્તુઓ અનંતી છે અને સદા રહેશે જ. ૯૨
અવતરણ :- ગાથા ૮૨માં કહ્યું છે કે આત્મા સર્વથા વ્યાપક છે. સર્વથા વ્યાપક હોવાથી ગમનાગમન નથી. તેથી સુખના સ્થાનભૂત મોક્ષમાં જીવો જાય છે આમ કેમ મનાય ? સર્વવ્યાપકને ગતિ કરવાની જ ન હોય ? તેથી મોક્ષ જેવું કોઈ તત્ત્વ જ નથી. આમ મોક્ષ ન માનનારાની જે દલીલ હતી. તે દલીલનો પ્રત્યુત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે— વ્યાપકનઇં નવિ ભવ, નવિ સિદ્ધિ,
બાંધઈ છોડઈ ક્રિયાવિશુદ્ધિ I
પણ તનુમિત આતમ અો કહું,
તિહાં તો સઘલું ઘટતું લહું ૩ll
ગાથાર્થ :- આત્માને જો વ્યાપક માનીએ તો સંસાર પણ ઘટે નહીં અને મોક્ષ પણ ઘટે નહીં. કારણ કે સંસારની ક્રિયાથી આ જીવ કર્મ બાંધે છે અને વિશુદ્ધિથી કર્મ છોડે છે. વ્યાપકમાં ક્રિયા ઘટે નહીં. પરંતુ આત્માને અમે શરીરના પ્રમાણવાળો જ માન્યો છે (સર્વવ્યાપી માન્યો નથી) માટે ત્યાં (અમારા મતમાં) આ સઘળું પણ ઘટી શકશે. ૯૩ ટબો ઃसर्वव्यापक जे आत्मा मानइ छइ, तेहनइ परभवि जावुं नथी, तिवारइ न संसार, न वा मोक्ष घटई, पणि अह्मे तो आत्मा तनुमित कहितां शरीरप्रमाण मानुं छं, तिहां सघलुंय घटतुं ज लहुं छं । जेहवुं गतिजात्यादिनिधत्त ( नियत ) आउखुं बांधइ तेहवइ ते उदय आवइं, ते क्षेत्रइ जीव जाइ, वक्रगति हुइ तो आनुपूर्वी तिहां