________________
સમ્યક્ત્વનાં પાંચમા સ્થાનનું વર્ણન ક્ષુધા-તૃષા-શીત-ઉષ્ણાદિનાં દુઃખો પ્રગટે છે અને મનમાં અંતર્જલ્પાકાર રૂપે મોહનાં દુઃખો પ્રગટે છે.
૨૨૫
પરંતુ જ્યારે આ જીવ આત્મસાધના કરવા દ્વારા આ શરીર અને મન વિનાનો બની જાય છે ત્યારે ઠરેલ દરીયા તુલ્ય આ આત્માની સ્થિતિ પ્રગટ થાય છે. તેથી તેવા પ્રકારની નિર્મળ અને શુદ્ધ પ્રગટ થયેલી આત્મદશા એ દુઃખરૂપ નથી. કારણ કે ત્યારે દુઃખના કારણ સ્વરૂપ શારીરિક વૃત્તિઓ અને માનસિકવૃત્તિઓ હવે તે જીવમાં નથી. આવા પ્રકારની પ્રગટ થયેલી આત્મદશાને જ ઉપચારવિશેષથી મોક્ષ કહેવાય છે. આ જ વાતની સાક્ષી આપતાં ગ્રન્થકારશ્રી પ્રશમરતિનો પાઠ જણાવે છે. પ્રશમરતિ શ્લોક ૨૯૬ માં કહ્યું છે કે -
देहमनोवृत्तिभ्यां भवतः शारीरमानसे दुःखे ।
"
तदभावात् तदभावे, सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ॥२९६ ॥
“શરીર અને મનની વૃત્તિઓ રૂપી વાયુ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ પ્રગટે છે જ્યારે તે વૃત્તિઓ જ દૂર થઈ જાય છે. ત્યારે તેના અભાવમાં શારીરિક અને માનસિક દુઃખોનો પણ અભાવ જ થાય છે અને સિદ્ધપરમાત્માઓનું તે જ અનંતુ સિદ્વિસુખ છે.”
આવું સિદ્ધિસુખ સિદ્ધભગવાનને જ હોય છે. કારણ કે સંસારી તો સર્વે પણ જીવો શરીર અને મનવાળા જ છે. તેથી શારીરિક અને માનસિક દુઃખોથી ઘેરાયેલા જ છે. જ્યારે આ સિદ્ધિદશાના જીવો સર્વથા કર્મરહિત છે. તેથી જ તેઓને શરીર અને મન નથી આ કારણે તેના ફળસ્વરૂપે તરંગો વિનાના સમુદ્રની જેમ અતિશય શાન્ત અને ગંભીર શુદ્ધ આત્મદશા તે જીવોમાં પ્રગટે છે. અને તે જ યથાર્થ સાચું સુખ છે. મોક્ષશબ્દનો વાચ્ય અર્થ પણ આ જ છે કે “બંધનોમાંથી છુટવું” એટલે છુટકારો તે જ સાચું સુખ છે. ટા