________________
સમ્યક્તનાં પાંચમા સ્થાનનું વર્ણન
૨૨૩ આ રીતે સમતાસુખનો પ્રકર્ષ-અપકર્ષ જીવોમાં દેખાય છે. માટે સંપૂર્ણપણે તેનો જે પ્રકર્ષ છે. તે જ મોક્ષ છે. અથવા રાગાદિ દોષોના અને જ્ઞાનના આવરણની સંપૂર્ણપણે હાનિ થવી તેને જ મોક્ષ અથવા પરમપદ કહેવાય છે. સંસારમાં જેની તરતમતા દેખાતી હોય. તેનો અંતિમ પ્રકર્ષ પણ સુવર્ણની જેમ અવશ્ય હોય જ છે. આ બન્ને તર્કથી મોક્ષતની સિદ્ધિ થાય છે.
જો કે દોષોનો અત્યન્ત ક્ષય થવાથી અને જ્ઞાનના આવરણનો સંપૂર્ણપણે નાથ થવાથી કેવળજ્ઞાન માત્ર પ્રગટે છે. મોક્ષ તે કાળે થતો નથી તો પણ જે જીવને દોષક્ષયથી અને જ્ઞાનના આવરણના ક્ષયથી કેવળજ્ઞાન પ્રગટે છે. તે જીવને તે જ ભવમાં અવશ્ય મોક્ષ થાય જ છે માટે આમ કહેવામાં પણ કંઈ દોષ નથી. અથવા કેવળજ્ઞાનવાળી અવસ્થા એ જ મોક્ષ કહેવાય છે. કારણ કે તે જીવનો તે જ ભવમાં નિયમા મોક્ષ થવાનો જ છે.
જેમ ખાણમાંથી પ્રાપ્ત થયેલા સુવર્ણમાં માટી અવશ્ય હોય જ છે. તે માટી જો થોડે અંશે દૂર કરી શકાય છે તો કાળાન્તરે સંપૂર્ણપણે પણ દૂર કરી શકાય છે અને તે કાળે શુદ્ધ સુવર્ણની પ્રાપ્તિ પણ અવશ્ય થાય જ છે તેમ અહીં સમજવું. l૮૮
અવતરણ :- સિદ્ધાવસ્થામાં અસાતા આદિ કર્મોનો ઉદય ન હોવાથી સંપૂર્ણપણે દુઃખાભાવ છે. દુઃખાભાવ હોવાથી સિદ્ધ પરમાત્માને અનંત સુખ છે તે વાત હવે સમજાવે છે. દુઃખ હોવઇ માનસ શરીર, જિહાં લાગે મનતનુવૃત્તિ સમીર! તેહ લઈ નાસઈ દુઃખ, નહિ ઉપચાર વિસેસઈ મુખ Iટલા
ગાથાર્થ - જ્યાં સુધી આ આત્માને મન અને શરીરની હાજરી રૂપી પવન વર્તે છે ત્યાં સુધી જ શારીરિક અને માનસિક દુઃખ હોય છે.