________________
૨૨૨
સમ્યક્ત ષડૂ સ્થાન ચઉપઈ તરતમતા એહની દેખીએ, અતિપ્રકર્ષ તે શિવ લેખીએ ! દોષાવરણ તણી પણિ હાણિ, ઈમ નિશેષ પરમપદ જાણિ I૮૮ાા
ગાથાર્થ :- આ ઉપશમસુખની તરતમતા દેખાય છે. તેથી તેનો જે અતિપ્રકર્ષ છે એ જ મોક્ષ છે. દોષોની અને આવરણની હાનિ પણ થતી દેખાય છે. સંપૂર્ણપણે તેની હાનિ થવી એ જ પરમપદ જાણો. ૮૮
ટહ્નો - પદ્દ શમસુદ્ધની તરતિમતાં- પ ફેરવવું ને अतिप्रकर्ष ते शिव-मोक्ष लेखविइ । दोषावरणनी हानि पणि तरतमइ भावइ छइ, जे निःशेष ते परमपद जाणि, उक्तं च -
दोषावरणयोर्हानिनिःशेषास्त्यतिशायनात् । क्वचिद् यथा स्वहेतुभ्यो बहिरन्तर्मलक्षयः ॥
इति अष्टसहस्त्र्याम् (परिच्छेद १ श्लोक ४), दुःखाभावथी पणि सुख ज सिद्धनइ कहवू ॥४८॥
વિવેચન - આ સંસારમાં ઉપશમભાવનું સુખ પ્રત્યક્ષ જણાય છે અને તે ઉપશમભાવ એટલે કે સમતાભાવ, તેનો ઉત્કર્ષ-અપકર્ષ પણ પ્રત્યક્ષ જણાય જ છે. તેનાથી અનુમાન કરાય છે કે ક્યારેક આ સમતાભાવનો (ઉપશમભાવનો) અતિશય પ્રકર્ષ પણ થાય છે. એટલે આવા પ્રશમસુખનો (ઉપશમસુખનો) જે અતિશય પ્રકર્ષ એટલે કે પ્રશમસુખનો સર્વોત્કૃષ્ટ પ્રકર્ષ એનું જ નામ મોક્ષ છે. અથવા આ સંસારમાં જીવે જીવે રાગ-દ્વેષ-વિકાર-વાસના આવા જે જે દોષો છે તથા જ્ઞાન ઉપરના આવરણના કારણે અજ્ઞાનતા પણ જીવે જીવે જે દેખાય છે તથા રાગાદિ દોષોની હાનિ પણ જે દેખાય છે તેથી રાગાદિ દોષોની સર્વથા હાનિ થઈ જવી અને જ્ઞાન ઉપરના આવરણની સર્વથા હાનિ થઈ જવી તેનું જ નામ મોક્ષ છે. પરમપદ છે.