________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૮૭ જેમ શરીર જડ-અચેતન છે, પરંતુ તેમાં રહેલો આત્મા સચેતન અને કર્તા છે. એટલે કર્તા એવા આત્માની સહાયથી જડ એવું શરીર પણ ગમનાગમન કરી શકે છે તેમ તમે જો પુરુષને કર્તા માન્યો હોત તો પુરુષની દોરવણી પ્રમાણે જડ એવી પણ પ્રકૃતિ નાચવાનું અને વિરામ પામવાનું કામ કરી શકત, પરંતુ સાંખ્યો આત્માને તો અકર્તા જ માને છે અને જે પ્રકૃતિ છે તેને જડ માને છે. તો પુરુષ પ્રેરક છે જ નહીં અને પ્રકૃતિ પોતે સ્વયં જડ હોવાથી રમવાનું અને વિરમવાનું કામ પણ કેમ કરે ? અર્થાતુ ન જ કરે.
જેમ શરીર જડ-અચેતન છે, પરંતુ તેમાં રહેલો આત્મા સચેતન અને કર્તા છે એટલે કર્તા એવા આત્માની સહાયથી જડ એવું શરીર પણ ગમનાગમન કરી શકે છે તેમ જો પુરુષને કર્તા માન્યો હોત તો પુરુષની દોરવણી પ્રમાણે જડ એવી પણ પ્રકૃતિ નાચવાનું અને વિરામ પામવાનું કાર્ય કરી શકત. પરંતુ સાંખ્યો પુરુષને તો અકર્તા જ માને છે અને પ્રકૃતિને જડ માને છે તો પ્રકૃતિને પ્રેરક કોઈ છે જ નહીં અને પ્રકૃતિ પોતે સ્વયં જડ હોવાથી રમવાનું અને વિરમવાનું કાર્ય કેમ કરે? માટે સાંખ્યની આ વાત ઉચિત નથી.
પર્વ ત્ર - આ પ્રમાણે સાંખ્યદર્શનકારો પુરૂષને અકર્તા માનીને નર્તકીનું જે ઉદાહરણ આપે છે તે કોઈપણ રીતે સંગત થતું નથી. તેથી આ સઘળો પણ પ્રકૃતિનો જ વિલાસ છે અને પ્રકૃતિ જ વિરામ પામે છે. આમ કહેવું જોઇએ માટે આ સાંખ્યકારિકાના શ્લોકમાં જે કંઈ લખ્યું છે તે શિષ્યોની બુદ્ધિને ડોળવા બરાબર છે. સાચું નથી. પોતાના શિષ્યોને ગમે તેમ કરીને પણ સમજાવી દેવા સ્વરૂપ છે પરમાર્થે સાચું નથી. કેવળ જુઠ્ઠાણું માત્ર જ છે.
નર્તકી સચેતન છે અને કર્તા છે એટલે પોતાનો નાચ-ગાન જોનારાને ગમે છે હજુ વધારે ગમે અને મને વધારે પૈસા મળે તેનું લક્ષ્ય